SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ ચારિત્રમેહનીય પાપકર્મ બંધના કારણોનું નિરૂપણ સૂ. ૬ ૨૭૯ બાંધવાના કારણ રૂપ હોય છે. (૪) મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા મનોવિકાર, પરરાજ, પ્રાદુર્ભાવ, રતિવિધ્વંસ પાપશીલતા, અશુભ કૃત્યોમાં પ્રોત્સાહન, ચૌર્ય આદિ અરતિવેદનીય પાપ કર્મ બાંધવાના કારણો છે. (૫) ધર્મનું આચરણ કરવામાં તત્પર શ્રમણ, શ્રમણી, શ્રાવક શ્રાવિકાના કુશળ કિયાના આચરણ તરફ નફરત રાખવી, તેમની કુથલી કરવી વગેરે કારણોથી જુગુપ્સા કમ બંધાય છે. (૬) ઇચ્છિતું વસ્તુને વિયાગ અને અણગમતી વસ્તુની પ્રાપ્તિ થવાથી મનમાં શેકન ઉદ્વેગ થયે, શેકમાં ડૂબેલાં રહેવું બીજાને દુઃખ પહોંચાડવું, વગર કારણે શેકાતુર બન્યા રહેવું, વગેરે કારણોથી શેકવેદનીય કર્મ બંધાય છે. (૭) અદેખાઈ અસત્યભાષણ, વક્રતા, પરસ્ત્રી લંપટતા વગેરેથી સ્ત્રીવેદ બંધાય છે. (૮) સીધો–સરળ વ્યવહાર કરવાથી, પિતાની સ્ત્રીમાં રતિપ્રિયતા હોવાથી, અદેખાઈને અભાવ થવાથી પુરૂષ વેદ કર્મ બંધાય છે. (૯) તીવ્ર ઝાધ વગેરેથી પશુઓના મુંડનમાં રતિ થવી, સ્ત્રી અને પુરુષ–બંનેની સાથે કામગ સેવન કરવાની ઈચ્છા અથવા કુટેવ હોવી, શીલવત તથા ગુણવાળાના તીવ્ર વિષયો પ્રતિ તીવ્ર અભિલાષા થવી આ બધાં નપુંસકવેદ બંધાવાના કારણરૃપ છે. તાત્પર્ય એ છે કે પરમ ધર્મનિષ્ઠ શ્રમણની નિન્દા કરવાથી, જેઓ ધર્માચરણ કરવામાં તત્પર છે તેમના ધર્માચરણમાં બાધાઓ નાખવાથી, દેશવિરત જનેના ધર્મકૃત્યમાં અન્તરાય નાખવાથી, દારૂ, માંસ તથા મધના ભાગમાં ગુણ સમજવાથી, ચારિત્રગુણને દૂષિત કરવાથી, કુત્સિત-ચારિત્રને સચ્ચરિત્ર સમજવાથી અને બીજાનાં કષા તથા અષાની ઉદીરણું કરવાથી મેહનીય કર્મ બંધાય છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે-મેહનીય કર્મ–શરીરપ્રયાગની બાબતમાં પ્રશ્નોત્તરી છે, ગૌતમ ! તીવ્ર ક્રોધ કરવાથી, તીવ્ર માન કરવાથી. તીવ્ર માયાના સેવનથી, તીવ્ર લેભથી, તીવ્ર દર્શન મોહનીયથી અને તીવ્ર ચારિત્ર મેહનીયથી મેહનીય કર્મ બંધાય છે . ૬ મામ મહાપરિવાર' ઈત્યાદિ સવાથ–મહારભ, મહાપરિગ્રહ, પચેન્દ્રિયવધ અને માંસભક્ષણથી નરકાયું બંધાય છે . ૭ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સેળ કષાયવેદનીય અને નવ અકષાયવેદનીય પાપકર્મોના બન્ધહેતુ પ્રતિપાદન કરવામાં આવ્યા હવે નરકાયુ કર્મના બંધાવાના કારણોની પ્રરૂપણા કરીએ છીએ—મહાન્ આરંભ, મહાન પરિગ્રહ, પંચેન્દ્રિય જીવોને વધ અને માંસાહાર કરવાથી નરકાયુ બંધાય છે. પ્રાણિઓને દુખ ઉપજાવનારી પ્રવૃત્તિ આરંભ કહેવાય છે. ક્ષેત્ર, વાસ્તુ (મકાન) હીરણ્ય (ચાંદી) સેના વગેરે પરપદાર્થમાં મમત્વ છે એ પરિગ્રહ છે. પંચેન્દ્રિય-જીવની હિંસા તથા માંસાહાર પ્રસિદ્ધ જ છે. આ ચાર કારણોથી નરકાયુ કર્મ બંધાય છે. ૭ તત્વાર્થનિયુકિત–પૂર્વોક્ત કહેલી પાપકર્મ-પ્રકૃતિઓમાંથી પાંચ જ્ઞાનાવરણ નવ દશનાવરણ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સેળ કષાયવેદનીય અને નવ અકષાય-વેદનીય પાપ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy