SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ તત્વાર્થસૂત્રને સાતવેદનીય કર્મ પ્રાણુનુકમ્મા આદિ કારણોથી બંધાય છે. અહીં પ્રાણાનુકમ્પાની સાથે સંકળાયેલા આદિ શબ્દથી ભૂતાનુકપા, જીવાતુકમ્પ સત્તાનુકપા એ ત્રણ પદોને તથા આ જ પ્રાણભૂત જીવ સોના વિષયમાં અદુખનતા આદિ છ પદોને સંગ્રહ સમઝી લેવો જોઈએ તે છ પદ આ પ્રકારે કહેવામાં આવે છે અદુઃખનતા (૧) અશોચનતા (૨) અજૂરણતા (૩) અતિપનતા (8) અપિટ્ટનતા (૫) અને અપરિતાવનતા (૬), અહીં પ્રાણ શબ્દથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિનિદ્રય, ભૂતશબ્દથી વનસ્પતિકાય, જીવ, શબ્દથી પંચેન્દ્રિય અને સર્વ શબ્દથી બાકીના પૃથ્વી પાણિ, અગ્નિ, અને વાયુકાય સમજવા. આ જ વિષયમાં વળી કહ્યું પણ છે – “બાબા દ્વિત્રિ વતુરતાં' ઇત્યાદિ એમની અથવા એમનામાં અનુકમ્પા-કરૂણા અર્થાત દયાભાવ રાખે, એમના દુઃખમાં દુઃખ પ્રકટ કરવું, મરતા અથવા કેઈ દ્વારા હણાતા હોય તે રક્ષણ કરવું તથા તેમના દુઃખમાં સમવેદના પ્રકટ કરવી એ અનુકપા કહેવાય છે. આ ચાર પ્રકારની અનુકમ્પાથી તથા આ જ ચારેના વિષયમાં અદુઃખનતા–દુખ ન પહોંચાડવું (૧) અશોચનતા શોક ન પમાડવો (૨) અજૂરણુતા-જેનાથી શરીર સુકાઈ જાય એવો શેક ન પમાડે (૩) અપનતા–જેના નિમિત્તથી અશ્રપાત થવા લાગે, મુખમાંથી લાળ ઝરવા લાગે એ જાતનો શેક ન પહોંચાડે (૪) અપિટ્ટનતા—લાકડી વગેરેથી માર ન મારવો (૫) અપરિતાપનતા-–શારીરિક માનસિક કોઈ પ્રકારનો સંતાપ ન પમાડે (૬) આ રીતે પૂર્વોક્ત ચાર પ્રકારની અનુકમ્મા રૂપ કારણ તથા આ છે કારણ એ દશ પ્રકારના કારણેથી જીવ સાતવેદનીય કર્મ બાંધે છે. આ વિષય પર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતી સૂત્ર શતક ૭ ઉદ્દેશક દમાં કહ્યું છે–“રું ” મને ! બાવા સાયન્નેિ મા બન્નતિ ઈત્યાદિ પાટા 'अप्पारंभ अप्पपरिग्गहाइएहि मणुस्साउए' સૂત્રાર્થ –- અલ્પ આરમ્ભ અને અલ્પ પરિગ્રહ આદિ કારણોથી મનુષ્યાયુ બંધાય છે પાપા તવાર્થદીપિકા –પૂર્વસૂત્રમાં સાતવેદનીય રૂપ પુણ્ય કર્મના કારણેની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– અ૮૫ આરંભ અને અલ્પ પરિગ્રહ વગેરે કારણોથી મનુષ્યાયુ રૂપ પુણ્યકર્મ બંધાય છે. આરંભનો અર્થ છે પ્રાણિઓના પ્રાણોને નાશ કરવાવાળુ કાર્ય–તેની અલ્પતા અર્થાત સ્થળપ્રાણાતિયાતાદિજનક વ્યાપારનો ભાગ, અલ્પ પરિગ્રહનો અર્થ છે. આભ્યન્તર રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર (ખેતર-ઉઘાડી જમીન) વાસ્તુ (મકાન વગેરે) ધનધાન્યસુવર્ણ વગેરે પર મમત્વનો ભાગ (૨) સૂત્રમાં ઝાયેલ “આદિ’ શબ્દથી સ્વભાવની મૃદુતા અર્થાત કમળતા અને ઋજુતા અર્થાત્ સરળતા ધારણ કરવી જોઈએ. આમ અપઆરંભ, અપરિગ્રહ, સ્વભાવથી મૃદુતા તથા ઋજુતા એ ચાર કારણોથી મનુષ્યાય રૂપ પુણ્યકર્મ બંધાય છે પા તત્વાર્થનિર્યુક્તિ-આની અગાઉ સર્વભૂતાનુકમ્મા આદિ સાત સાતવેદનીય કર્મ બંધા વાના કારણોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે મનુષ્પાયુ રૂપ પુણ્ય કર્મના-કારણોનું પ્રરૂપણ કરીએ છીએ. અલ્પઆરંભ (૧) અને અલ્પપરિગ્રહ (૨) વગેરે કારણેથી મનુષ્યાય રૂપ પુણ્યકર્મ બંધાય છે-- શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy