________________
ગુજરાતી અનુવાદ મનુષ્પાયુરૂપ પુણ્યકર્મ બંધના કારણનું નિરૂપણ સૂ. ૫ ર૧૫
અારંભ એ છે જેમાં સ્થૂળ પ્રાણાતિપાતાદિજનક વ્યાપારને ત્યાગ કરે. પરિગ્રહને અર્થ છે મોહ અથવા લેભ. તેમાં અલ્પતા અર્થાત આન્તરિક રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર, વાસ્તુ (મહેલ-મકાન) ધન, ધાન્ય, સુવર્ણ આદિ પદાર્થોમાં રહેલ મમત્વને ત્યાગ કરે.
આદિ શબ્દથી સ્વભાવ માર્દવ અને આજીવનું ગ્રહણ કરવામાં આવ્યું છે. સ્વભાવથી અર્થાત પ્રકૃતિથી જ મૃદુતા હેવી અર્થાત જાતિ, કુળ બળ રૂપ, લાભ, તપ, શ્રત તથા ઐશ્વર્યના (જાહોજલાલીના) વિષયમાં અભિમાન ન હોય તે સ્વભાવમાર્દવ કહેવાય છે (૩) પ્રકૃતિભદ્રતા, (૪) પ્રકૃતિ વિનીતતા (૫) અમત્સરતા (૬) દયાળુતા (૭) વગેરે પણ આના જ અન્તર્ગત છે. એવી જ રીતે સ્વભાવથી ઋજુતા, સરળતા હોવી અથવા મન, વચન, કાયાની કુટિલતાનો ત્યાગ કરો આજવ કહેવાય છે.
પૂર્વોક્ત કથનને ફલિતાર્થ આ પ્રમાણે છે– અલ્પ આરંભ કરવાથી અર્થાત્ ઓછામાં ઓછી હિંસાજનક પ્રવૃત્તિ કરવાથી શબ્દ વગેરે વિષયોમાં રાગની અલ્પતા હોવાથી, ઈચ્છાની ન્યૂનતાથી, સ્વાભાવિક ભદ્રતાથી સ્વાભાવિક સરળતાથી, સુખ પ્રજ્ઞાપનીયતાથી રેતીમાં દોરેલી લીંટીની જેમ અલ્પ કોધ હોવાથી, સ્વાગત કરવા વગેરેની અભિલાષાથી, સ્વભાવની મધુરતા હોવાથી, ઉદાસીન ભાવની સાથે લેયાત્રાનો નિર્વાહ કરવાથી, ગુરુ તથા દેવને વંદન કરવાથી, અતિથિસંવિભાગશીલ હોવાથી, ધર્મધ્યાનમાં ઉજમાળ હેવાથી, અને મધ્યમ પ્રકારના પરિણામેને ધારણ કરવાથી મનુષ્યાયુકર્મ બંધાય છે. ઔપપાકિસૂત્રમાં કહ્યું છે–
“અ૮૫ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક તથા ધર્માનુસારી જીવ મનુષ્યાય કર્મ
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાન, ચેથા ઉદ્દેશકમાં કહ્યું છે–ચાર કારણથી જીવ મનુષ્યાયુ કર્મનું ઉપાર્જન કરે છે, તે ચાર કારણે આ પ્રકારે છે (૧) પ્રકૃતિથી ભદ્ર હોવું (૨) પ્રકૃતિથી વિનીત હેવું (૩) દયાળુ હેવું અને (૪) અમત્સરી લેવું.
આ જ હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના સાતમાં અધ્યયનની ૨૦ મી ગાથામાં કહેલી છે–
જે મનુષ્ય વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા સુત્રને ધારણ કરે છે, તેઓ મનુષ્યનિ મેળવે છે બધાં પ્રાણીઓને પિત-પોતાના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. પા
'सरागसंजमाइएहिं देवाउए । સૂત્રાર્થ–સરાગ સંયમ આદિ કારણોથી દેવાયું કર્મ બંધાય છે. દા
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં મનુષ્યાય કર્મ બંધાવાના કારણેનું વિવરણ કર્યું હવે દેવાયુ રૂપ પુણ્યકર્મ બંધાવાના કારણેની પ્રરૂપણું કરીએ છીએ
- સરાગસંયમ આદિ દેવાયુ કર્મ બાંધવાના કારણ છે. સરાગસંયમ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત રૂપ સંયમ જ્યારે સંજ્વલન કષાયથી જોડાયેલા હોય છે ત્યારે તે સરાગસંયમ કહેવાય છે.
- આદિ શબ્દથી અણુવ્રત રૂપ દેશવિરતિ અગર સંયમસંયમ સમજવા જોઈએ તથા પરાવલંબીત થઈને અથવા બીજાના અનુરોધથી અકુશળ કૃત્યથી નિવૃત્ત થવા રૂપ અકામ. નિર્જરા અને બાળપ આ ચાર કારણે દેવાયુ કર્મ બંધાય છે. ૬
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧