________________
૨૧૨
તત્વાર્થસૂત્રને (૪) યોગ્ય પાત્રને લયન અર્થાત્ ઘર (આશ્રય ) આપવાથી પણ તીર્થકર નામ આદિ શુભ કર્મ પ્રકૃતિઓ બંધાય છે તે લયનપુણ્ય કહેવાય છે.
(૫) આવી જ રીતે શ્રમણ આદિ ગ્ય પાત્રને શમ્યા-સંથારો દાન કરવાથી પણ તીર્થકર પ્રકૃતિ વગેરે બંધાય છે આથી તે શયનપુણ્ય છે.
(૬) આ જ પ્રમાણે ગુણીજનોને જોઈને મનથી સંતેષ પામ-મનમાં પ્રભેદભાવ જાગૃત થવાથી વચન દ્વારા તેમની પ્રશંસા કરવાથી અને કાર્ય દ્વારા વંદના વગેરે કરીને, ભક્તિ કરવાથી અને મુનિજનેને નમસ્કાર કરવાથી પણ શુભ નામાદિ કર્મપ્રકૃતિએ બંધાય છે તે અનુક્રમે મન:પુણ્ય, વચનપુણ્ય, કાયપુણ્ય અને નમસ્કાર પુણ્ય કહેવાય છે. કહ્યું પણ છે–
અનાજ, પાણી, રહેઠાણ, પથારી, વસ્ત્ર, મન, વચન કાયાના શુભ વેગથી વંદણા અને તેષ વગેરે નવ પ્રકારના પુણ્ય છે. ૧
આનાથી એવું પ્રતિપાદિત થયું કે તીર્થકર, મુનિજન વગેરે યોગ્ય પાત્રની શુશ્રષા, વૈયાવચ, આરાધના, ભાવવંદણા અને સેવાભક્તિ વગેરે કરવાથી શુભ કર્મ બંધાવાથી પુણ્ય થાય છે. કેરા
“મોનો વાયાસ્ત્રીએપf I મૂળસવાથ–પુણ્યને ભેગ બેંતાળીશ પ્રકારે થાય છે. રા
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં અન્નપુણ્ય વગેરે નવ પ્રકારના પુણ્યનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે પુણ્યના બેંતાળીશ પ્રકારના ભંગ બતાવવા માટે કહીએ છીએ–પૂર્વોપાર્જિત શુભ કર્મરૂપ પુણ્યને સુખાનુભવ રૂપ ભોગ બેંતાળીશ પ્રકારથી થાય છે. તે આ પ્રમાણે (૧) સાતવેદનીય (૨) તિર્યંચાયુ (૩) મનુષ્પાયુ (૪) દેવાયુ (૫) મનુષ્યગતિ (૬) દેવગતિ (9) પંચેન્દ્રિયજાતિ (૮-૧૨) ઔદારિક આદિ પાંચ શરીર (૧૩) સમચતુરન્સ સંસ્થાન (૧) વજ રાષભનારાચસંહનન (૧૫-૧૮) ઔદારિક, વૈકિય, આહારકના અંગોપાંગ (૧૮) પ્રશસ્તવ (૧૯) પ્રશસ્તગંધ (૨૦) પ્રશસ્તરસ (ર૧) પ્રશસ્ત સ્પર્શ (૨૨) મનુષ્યાનુપૂવી (૨૩) દેવાનું પૂવી (૨૪) અગુરુલઘુ (૨૫) પરાઘાત (૨૬) ઉછુવાસ (૨૭) આતપ (૨૮) ઉદ્યોત (૨૯) પ્રશસ્ત વિહાગતિ (૩) ત્રસ (૩૧) બાદર (૩૨) પર્યાપ્ત (૩૩) પ્રત્યેક શરીર (૩૪) સ્થિર (૩૫) શુભ (૩૬) સુભગ (૩૭) સુસ્વર (૩૮) આદેય (૩૯) યશકીર્તિ (૪૦) નિર્માણ (૪૧) તીર્થકર શેત્ર અને (૨) ઉચ્ચત્ર.
આ બેંતાળીશ પ્રકારના પુણ્યના સુખરૂપ ભેગ હોય છે એમ સમજવું જોઈએ. આવા
તત્વાર્થનિર્યુકિત-પહેલા દર્શાવવામાં આવ્યું છે કે પુણ્ય નવ પ્રકારના હોય છે હવે એ બતાવીએ છીએ કે પુણ્ય બેંતાળીશ પ્રકારથી ભોગવાય છેઅર્થાત્ પુણ્યના ફળસ્વરૂપ બૅતા. બીશ ભાવની પ્રાપ્તિ થાય છે
શુભ કર્મ રૂપ પુણ્યના સુખાનુભાવ રૂપ ફળ બેંતાળીશ પ્રકારે પ્રાપ્ત થાય છે. તે બેંતાળી પ્રકાર આ રીતે છે–(૧) સાતવેદનીય (૨) ઉચ્ચત્ર (૩) મનુષ્પાયુ (૩) તિર્યંચા, (૫) દેવાય (૬) મનુષ્યગતિ (૭) દેવગતિ (૮) પંચેન્દ્રિય જાતિ (૯) ઔદારિક શરીર (૧૦) વૈક્રિયા શરીર (૧૧) આહારકશરીર (૧૨) તૈજસ શરીર (૧૩) કામણશરીર (૧૪) ઔદારિક અંગોપાંગ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧