________________
ગુજરાતી અનુવાદ અકે. પુણ્યના ભેદોનું નિરૂપણ રૂ. ૨
૨૧૧ શુભ આયુ કર્મના ત્રણ ભેદ છે–તિર્યંચસંબંધી, મનુષ્ય સંબંધી તથા દેવતાસંબંધીશુભ નામકર્મ સાડત્રીસ પ્રકારના છે– (૧) મનુષ્યગતિ (૨) દેવગતિ (૩) પંચેન્દ્રિયજાતિ (૪-૮) ઔદારિક વગેરે પાંચ શરીર (૯) સમચતુરસ સંસ્થાન (૧૦) વા–અષભનારાયસંહનન (૧૧) ઔદારિક અંગોપાંગ (૧૨) વૈક્રિય અંગોપાંગ (૧૩) આહારક અંગોપાંગ (૧૪) પ્રશસ્ત વર્ણ (૧૫) પ્રશસ્ત ગંધ (૧૬) પ્રશસ્ત રસ (૧૭) પ્રશસ્ત સ્પર્શ (૧૮) મનુષ્યાનુપૂવી (૧૯) દેવાનુપૂવી (૨૦) અગુરુ લઘુ (૨૧) પરાઘાત (૨૨) ઉરવાસ (૨૩) આતપ (૨૪) ઉદ્યોત (૨૫) પ્રશસ્ત વિહાગતિ (૨૬) ત્રસ (૨૭) બાદર (૨૭) પર્યાપ્ત (૨) પ્રત્યેક (૩૦) સ્થિર (૩૧) શુભ (૩૨) સુભગ (૩૩) સુસ્વર (૩૪) આદેય (૩૫) યશકીતિ (૩૬) નિર્માણ અને (૩૭) તીર્થકર નામ કર્મ ના
નવવિદે પુu મૂળસૂવાથ–પુણ્ય નવ પ્રકારના છે મારા
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પુણ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે હવે તેના ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ–
પુણ્યના નવ ભેદ છે. તે આ રીતે– (૧) અન્નપુણ્ય (૨) પાનપુણ્ય (૩) વસ્ત્રપુણ્ય (૪) લયનપુણ્ય (૫) શયનપુણ્ય (૬) મન-પુણ્ય (૭) વચનપુણ્ય (૮) કાયપુણ્ય અને (૯) નમસ્કારપુણ્ય.
તત્વાર્થનિર્યુકિત-અગાઉના સૂત્રમાં અનુક્રમથી પ્રાપ્ત થા તત્ત્વ પુણ્યના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું. પ્રસ્તુત સૂત્રમાં તેના નવ ભેદોનું પ્રરૂપણ કરીએ છીએ
પુણ્ય નવ પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે–પુણ્યના નવ ભેદ કહ્યાં છે. તે આ રીતે—(ણ) અન્નપુણ્ય (૩) પાનપુણ્ય (૩) લયનપુણ્ય ૪) શયનપુણ્ય (૫) વસ્ત્રપુણ્ય (૬) મન પુણ્ય (૭) વચનપુણ્ય (૮) કાયપુય અને (૯) નમસ્કારપુક્ય.
ગ્ય સુપાત્રને અન્નનું દાન કરવાથી તીર્થકર નામકર્મ અથવા યશકીતિ નામ કર્મ વગેરે પુણ્ય કર્મો બંધાય છે તેને અન્નપુણ્ય કહે છે, અનકમ્પાપૂર્વક અન્નનું દાન દેવાથી પણ બંધાનાર શુભ કર્મ અન્નપુણ્ય કહેવાય છે.
જે કર્મના ઉદયથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ તીર્થની પ્રવૃત્તિ કરે છે. સાધુધર્મ અને શ્રાવકધર્મનું આક્ષેપણી, વિક્ષેપણું, સંવેગની અને નિર્વેદની ધર્મકથાઓ દ્વારા ભવ્ય જીની સિદ્ધિ અર્થે ધર્મકરણી કરે છે અને સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો દ્વારા પૂજાય છે–સન્માનીત થાય છે તે તીર્થકર નામ કર્મ કહેવાય છે એવી જ રીતે યશકીતિ નામ કમ વગેરેના સ્વરૂપ પૂર્વવત્ જ જાણી લેવા.
(૨) આ જ પ્રમાણે સુગ્ય પાત્રને એષણીય કલ્પનીય ઈચ્છિત પાન (પાણી વગેરે) આપવાથી તીર્થકર નામ કર્મ આદિ શુભ પ્રકૃતિઓ જે બંધાય છે તે પાનપુણ્ય કહેવાય છે.
(૩) સુપાત્રને કપડાંનું દાન કરવાથી પણ તીર્થંકર નામકર્મ આદિ શુભ પ્રકૃતિઓ બંધાય છે આથી તેને વસ્ત્રપુણ્ય કહે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧