________________
અધ્યાય ચેાથે
'सुभकम्मं पुण्ण' સૂત્રાર્થ–શુભ કર્મ પુણ્ય કહેવાય છે જેના
તવાર્થદીપિકા–જીવ અજીવ બંધ પુણ્ય, પાપ,–આસવ, સંવર, નિજર અને મોક્ષ, નવ તામાંથી જીવ, અજીવ અને બન્ધ તત્ત્વોનું પ્રથમ, દ્વિતીય અને તૃતીય અધ્યાયમાં ક્રમશ: વિવેચન કરવામાં આવ્યું છે. હવે પ્રસંગ પ્રાપ્ત “પુણ્ય તત્ત્વનું વિવેચન કરવામાં આવે છે.
શુભ કર્મને પુણ્ય કહે છે. જે આત્માને પુનિત (પવિત્ર-શુભ) બનાવે છે અથવા જેના વડે આત્મા પવિત્ર બને છે, તે પુણ્ય છે. “યુઝ”, ધાતુને અર્થ થાય છે, પવિત્ર કરવું. આ ધાતુથી “સુન્નો ચાલુ હa' આ ઉણાદિ સૂત્રથી યત પ્રત્યય, ‘સુફ આગમન અને હસ્વ થવાથી “પુષ્ય’ શબ્દનું સર્જન થયું છે.
કલ્યાણ અથવા સુખને “શુભ કહે છે અને તેમને ઉત્પન્ન કરનાર કર્મ પણ “શુભ કહેવાય છે. પુણ્યના પિતા, અહિંસા વગેરે શુભ કર્મ પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી પુણ્ય કહેવાય છે. આ શુભ કર્મ ઘણું પ્રકારના છે જેમ કે–સાતવેદનીય, સમ્યકત્ત્વ, પાંચ મહાવ્રત પાંચ અણુવ્રત, શુભ આયુ શુભ નામ, શુભ ગોત્ર, સત્યભાષણ ઈત્યાદિ ૧
તત્વાર્થનિર્યુકિત–જે કે સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં જીવ અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બન્ધ અને મેક્ષ, એ કમથી નવ તત્ત્વોની આલેચના કરવામાં આવી છે એ મુજબ ત્રીજું તત્ત્વ પુણ્ય છે પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રના કથન પ્રમાણે ત્રીજું તત્વ બન્ય છે. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે
જીવ અજીવ બન્ધ પુણ્ય, પાપ આસવ, સંવર નિર્જરા તથા મોક્ષ આ નવ તત્ત્વ છે
અત્રે ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રરૂપિત ક્રમાનુસાર જ પ્રથમ અધ્યાયમાં જીવનું, બીજામાં અજીવનું અને ત્રીજામાં બન્ધના સ્વરૂપની પ્રરૂપણ કરવામાં આવી છે હવે ક્રમ પ્રાપ્ત ચોથા પુણ્ય તત્ત્વનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવ્યું છે–
શુભ કર્મ પુણ્ય છે
તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી શુભ–ઉજવળ કર્મના બધ દ્વારા આત્માને અનુકૂળ ફળને ઉપભેગા થાય છે તે પુણ્ય તત્વ કહેવાય છે. એવી રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ મૂળ પ્રકૃતિઓ છે તથા એમની ઉત્તરપ્રકૃતિઓ બે પ્રકારની છે–પુણ્યરૂપ તથા પાપરૂપ. આમાંથી જે કર્મ શુભ છે તે પુણ્ય છે. પ્રાણિઓની અનુકમ્પા તિજનેની અનુકંપા, તથા સરાગ સંયમ આદિ કારણોથી બંધાનાર સાતવેદનીય (૧) શુભ આયુષ્ય અર્થાત તિર્યંચ, આયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને દેવઆયુષ્ય (૨) સાડત્રીસ પ્રકારના શુભનામ (૩) અને ઉચ્ચ ગોત્ર (૪) આ ચાર પ્રકારના શુભ કર્મો પુણ્ય છે. આ સિવાયના બધાં અશુભ કર્મો પાપ છે. પાપ તત્ત્વની પ્રરૂપણા પાંચમા અધ્યાયમાં કરવામાં આવશે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧