SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvv^^^ તત્વાર્થસૂત્રને આવે છે આવું શરીર કોઈ-કોઈ મહાત્માઓને કઈ-કઈ વાર જ પ્રાપ્ત થાય છે. બધાને પ્રાપ્ત થતું નથી. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનક, બીજા ઉદ્દેશકમાં કહ્યું છે-નિગ્રન્થ શ્રમણ ત્રણ કારણોથી પિતાની વિપુલ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરે છે (૧) આતાપના લઈને (૨) ક્ષમાભાવ ધારણ કરીને અને ચઉવિહાર તપસ્યા કરીને. બીજુ સહજ તેજસ શરીર સમસ્ત સંસારી પ્રાણુઓને પ્રાપ્ત થાય છે અને રસ વગેરે આહારના પરિપાકને કારણે હોય છે અર્થાત્ આપણે જે ભેજન કરીએ છીએ તેને પચાવવું તે જ આ તૈજસ શરીરનું કામ છે. ૩૪ નાદાસ વિહું મરવંશરા રેવ’ ફૂ૦ રૂા. મૂળસૂત્રાર્થ –આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે પ્રમત્ત સંયતને જ પ્રાપ્ત થાય છે. રૂપા તત્વાર્થ દિપીકાઃ–પૂર્વ સૂત્રમાં તેજસ શરીરની પ્રરૂપણ કરવામાં આવી હવે કમપ્રાપ્ત આહારક શરીરનું કથન કરવામાં આવે છે. આહારક શરીર એક જ પ્રકારનું હોય છે અને તે ૧૪ પૂના ધારક પ્રમત્તસયતને જ પ્રાપ્ત થાય છે. પ્રમત્ત સંયત અર્થાત્ દ ગુણસ્થાનવત્તી સાધુના મનમાં જ્યારે હવે પછીથી કહેવામાં આવનારા પ્રાણિદયા, તત્વજિજ્ઞાસા વગેરેમાંથી કઈ કારણ ઉત્પન્ન થાય છે ત્યારે તે વિચારે છે–પરમદેવ તીર્થકર ભગવંતના દર્શન વગર આ શંકાનું નિવારણ થવાનું નથી અને આ ક્ષેત્રમાં તે તીર્થકર ભગવાન વિદ્યમાન નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ ? આવું ચિંતન કરવાવાળા પ્રમત્તસંયતના શરીરથી તાલુપ્રદેશથી વિદ્યમાન વાળના અગ્ર ભાગના આઠમાં ભાગ બરાબર નાના એવા છિદ્રથી એક હાથ બરાબર બનેલું સ્ફટિકમણિ જેવું સ્વચ્છ એક પુતળું નીકળે છે. તે પુતળું તે સ્થળે જાય છે જ્યાં તીર્થકર ભગવંત અગર કેવળી સ્થિત હોય, ત્યાં તેમના શરીરને સ્પર્શ કરી પોતાનું પ્રયેાજન પૂરું કરીને પાછા આવી જાય છે અને પાછું તેજ સાધુના શરીરમાં પેસી જાય છે. આ પ્રમાણે થવાથી તે સાધુને સંશય-શંકા દૂર થઈ જાય છે. આ આહારક શરીર આ ચાર કારણથી ચાર વાર ધારણ કરી શકાય છે અને પછી તે સાધુને મેક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આને જ આહારક લબ્ધિ પ્રકટ કરવી એમ કહે છે. જે ચાર પ્રયોજનથી આહારક શરીરનું નિર્માણ કરવામાં આવે છે તે આ પ્રકારે છે– (૧) પ્રાણદયા (૨) તીર્થકર ભગવાનની ઋદ્ધિનું દર્શન (૩) છદ્મસ્થનું અવગ્રહણ અર્થાત નવું જ્ઞાન ગ્રહણ કરવું તે અને (૪) સંશયનું નિવારણ આ ચાર પ્રયજનથી મુનિ આહારક લબ્ધિ પ્રકટ કરીને આહારક શરીરનું નિર્માણ કરે છે. | મુનિએ આહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થંકર પાસે મોકલવું અને કદાચ જે ત્યાં તીર્થકર ન મળે તે તે એક હાથે પ્રમાણ વાળા આહારક શરીરમાંથી બંધ મુઠી હાથની બરાબર બીજું આહારક શરીર નીકળે છે અને તે તીર્થંકર પાસે જાય છે. ત્યાં પોતાના મનનું સમાધાન કરી ફરી પાછું આવે છે અને એ એક હાથ પ્રમાણે પ્રથમ શરીરમાં પેસી જાય છે અને તે પ્રથમ શરીર મુનિના અસલ શરીરમાં પેસી જાય છે. વળી કહ્યું પણ છે – શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy