SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ આહારક શરીરનું નિરૂપણ સૂ. ૩૫ પ્રાણીની દયા માટે તીર્થકરની અદ્ધિનું દર્શન કરવા માટે સંશયને દૂર કરવા માટે, છદ્મસ્થના અવગ્રહણ માટે જીનેન્દ્ર ભગવાનની પાદમૂળમાં ગમન કરે છે.” આહારક શરીર શુભકર્મના આહારક કાયયોગનું કારણ હોવાથી શુભ કહેવાય છે. આ વિશુદ્ધ નિર્દોષ કર્મનું કાર્ય હોવાથી વિશુદ્ધ પણ કહેવાય છે આહારક શરીર કેઈને રુકાવટ કરતું નથી અથવા તેને રોકી પણ શકાતું નથી. આ માટે તેને અપ્રતિઘાતિ કહે છે. મુનિ જ્યારે આહારક શરીરનું નિર્માણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે પ્રમાદયુકત હોય છે. આથી પ્રમત્તસંય મીને જ આહારક શરીર હોય છે. બીજા કોઈને નહીં. પ્રમત્તસંપત્તને બીજુ ઔદારિક શરીર તે હોય છે જ એ વાત લક્ષમાં રાખવી જોઈએ રૂપા તત્વાર્થનિયુકિત –આહારક શરીરના ભેદ-પ્રભેદ નથી. તે એક જ પ્રકારનું હોય છે. પ્રમત્તસંયતને જ હોય છે અને તેને સમય અત્તમુહૂર્ત માત્ર જ છે. આહારકશરીર શુભ દ્રવ્યથી અર્થાત પ્રશસ્ત વર્ણ બંધ રસ સ્પર્શવાળા દ્રવ્યોથી બને છે અને શુભ પરિણામ વાળું અર્થાતુ સમચતુરસ સંસ્થાનવાળું હોય છે. આ રીતે આહારકશરીર વિશુદ્ધ પુદ્ગલેથી ઉપચિત હોવાથી નિરવદ્ય હોય છે. અર્થાત્ નિરવદ્ય આહાર-પાણીથી તેનું નિર્માણ થાય છે. આહારક શરીર વિશુદ્ધ દ્રવ્યથી બને છે એનો અર્થ એ છે કે તે સ્વચ્છ સ્ફટિકમણિના કકડાની જેમ સમસ્ત પદાર્થોના પ્રતિબિમ્બના આધારભૂત હોય છે અથવા તે પાપમય હેતું નથી–તેનાથી પ્રાણિવધ વગેરે પાપમાં પ્રવૃત્તિ થતી નથી આથી તે નિરવદ્ય હોય છે. આહારક શરીર ન તે હિંસા આદિ પાપકર્મોમાં કદી પ્રવૃત્ત થાય છે અથવા ન હિંસા વગેરે કરવાથી ઉત્પન્ન થાય છે આથી તે વિશુદ્ધ-અસાવદ્ય હોય છે. આહારક શરીર અવ્યાઘાતી પણ હોય છે–અર્થાતુ ન તો તે કોઈને રોકાણ ઉત્પન્ન કરે છે અથવા ન કેઈ બીજી વસ્તુ તેમાં રુકાવટ ઉત્પન્ન કરી શકે છે. આ શરીર ચૌદપૂન ધારક મુનિને લબ્ધિને નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે. ચૌદપૂર્વ ધારી બે પ્રકારના હોય છે--ભિન્નાક્ષર અને અભિન્નાક્ષર. જે ચૌદપૂર્વધારીને શ્રુતજ્ઞાનને એક એક અક્ષર અસંદિગ્ધ હોય છે અર્થાત જેને કઈ પ્રકારને સંશય નથી હોતે તે ભિન્નાક્ષર કહેવાય છે. ભિન્નાક્ષરને શ્રુતજ્ઞાન સંબધી સંશય નિવૃત્ત થઈ જવાથી પ્રશ્ન ઉપસ્થિત થતું નથી અભિન્નાક્ષર આહારક લબ્ધિને પ્રયોગ કરે છે કારણકે તેને સંપૂર્ણ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તે વીતરાગ હોતો નથી. આ પ્રકારે ચૌદપૂર્વધારી જ આહારકલબ્ધિ પ્રાપ્ત કરીને આહારક શરીર બનાવે છે તે પ્રમત્તસંયત કહેવાય છે. પ્રમસંયત અને ચૌદપૂર્વ ધારક મુનિ આહારક લબ્ધિને આશ્રય કેમ લે છે ? એનું કારણ એજ જણાય છે કે-શ્રુતજ્ઞાનના ગોચર કઈ અત્યન્ત ગૂઢ પદાર્થમાં તેને સંશય ઉત્પન્ન થાય શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy