SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યાનેમાં તેમનાં સમવસરણ થયાં હતાં તેમનાં નામ, જે યક્ષ-ચૈત્યમાં એ સમવસરણો થયાં હતાં તે ચૈત્યનાં તથા ચૈત્યેના અધિષ્ઠાતા પક્ષોનાં નામ અહીં આપવામાં આવ્યાં છે. બીજી નગરીઓનાં નામે પણ અહીં મળી આવે છે. એ નગરીઓનાં રાજા રાણીઓ, યુવરાજો અને યુવરાણીઓ, સાર્થવાહ, ગાથાપતિઓ, વૈદ્ય, ગણિકાઓ, રાજનાપિ, ચિત્રકારે, ગમંડપ, ચારપલિકાઓ, અધિકારીઓ, વગેરેના અહીં ઉલ્લેખ મળે છે. એ ઉપરથી તે સમયના રીતરીવાજનું આપણને જ્ઞાન થાય છે. એમાંના કેઈ કેઈ ઉપયોગી નિદેશે અહીં ટૂંકામાં આપવામાં આવ્યા છે. નગરીઓમાં મૃગાગામ, વાણિજ્યગ્રામ, પુરિમતાલનગર, ભાંજની નગરી, કૌશાંબી નગરી, મથુરા, પાટલીખંડ, શૌર્યપુર, હિતક, વર્ધમાનપુર, રાજગૃહ, હસ્તિ શીર્ષ, હસ્તિનાપુર, વૃષભપુર, વીરપુર, વિજયપુર, સૌગંધિકા નગરી, ચિકત્સિકા નગરી, કનકપુર, મહાપુર, ચંપાનગરી, સાકેત (અયોધ્યા), શતદ્વાર, છગલપુર, ઈન્દ્રપુર, સુપ્રતિષ્ઠપુર, વણારસી, સર્વ ભદ્ર, સિંહપુર, નંદીપુર, ગંગપુર, પુંડરીકિણી, ઇષકાર, મહાઘોષ, સુષ, મણિપુર, વગેરે છે. એમાં કૌશાંબી, વાણિજ્યગ્રામ, મથુરા, શૌર્યપુર, હસ્તિનાપુર, વાણારસી, રાજગ્રહ, સાકેત, એ ઇતિહાસપ્રસિદ્ધ સમકાલીન નગરીઓ છે. તમામ નગરીઓનાં મુખ્ય ઉદ્યાનાં તથા ત્યાં આવેલા યક્ષેનાં નામ અહીં આપેલાં છે, ઉદ્યાનાં નામમાં ચન્દનપાદપક, દૂતીપલાશ, અમેઘદશી, દેવરમણ, ચોર, ભંડીર, વનખંડ, વિજય વર્ધમાન, પૃથ્વી-અવતંસક, પુપ કરંડક, સૂપકરંડક, મરમ, રક્તાશક, પૂર્ણભદ્ર, ઉત્તરકુરુ, ચન્દનવન, નીલાશેક, તાશક, સહસ્ત્ર (આંબા) વન, એ મુખ્ય નામે છે. આ નામે કેવાં અર્થસૂચક છે ! મહાવીર સ્વામીનાં સમવસરણે યક્ષોનાં ચૈત્યવાળાં ઉદ્યાનમાં થતાં. ત્યાં જ પરિષદે થતી, ઉપદેશ ત્યાં જ અપાતે, રાજારાણીઓ, પ્રજાજને વાંદવા તથા ઉપદેશ સાંભળવા ત્યાં જ જતાં. વિપાકસૂત્રમાં ઉદ્યાનોના યક્ષાનાં સૂચક નામો આપવામાં આવ્યાં છે. આ યક્ષ-દેવતાઓની માનતા થતી હતી. ઉર્દુબર યક્ષના નામ ઉપરથી એક અધ્યયનના વિષયભૂત જીવ–આત્માનું નામ ઉબરદસ્ત પાડવામાં આવ્યું હતું. એ જ અધ્યયનમાં ઉદ્દે બરચક્ષની પૂજાનું ખૂબીદાર વર્ણન કરવામાં શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy