________________
તળેટીમાં રાજગીર નામનું ગામ આવેલુ છે. ાગૃહ પાસે વિપુલ ચૂંક આવેલી હતી, જ્યાં ધન્ના વગેરેએ સલેખણાતપ કર્યાં હતાં.
સાકેત (અચેાધ્યા) નગરી
આ નગરી પ્રાચીન અાધ્યા નગરી હતી, અને તે કોશલ દેશની રાજધાની હતી. અત્યારે ત્યાં ખાદ્યકામેા થયેલાં છે, જેને પરિણામે અનેક જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણીય શિલ્પકામાં મળી આવ્યાં છે. તેની પ્રાચીનતા રામાયણકાળ જેટલે પહોંચે છે.
વાણિજ્યગ્રામ
આ ગામ વૈશાલીનું એક પરૂ હતું. મહાવીર સ્વામીએ અહીં વિહાર કરેલા, ગૌતમ બુદ્ધે પણ અહી વિહાર કરેલા. ખૌદ્ધ સાહિત્યમાં તેના અનેક વાર નિર્દેશ આવે છે. હસ્તિના (ગ) પુર
આ શહેરની પ્રાચીનતા ઠેઠ મહાભારતના સમય જેટલે પહેાંચે છે. જેમાનું ત્યાં સારૂ પરિખળ હતું, અત્યારે ખેાદકામ થાય છે, તેમાં અનેક શિલ્પકામેા મળી આવ્યાં છે. એ જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણીય શિલ્પકૃતિઓ છે. જેના માટે તે પવિત્ર તીધામ ગણાય છે. એ શહેર ગંગાકાંઠે આવેલું હતું.
}
કામદાર કેશવલાલ હિમતરામ
વડાદરા,
તા. ૨૨–૧૧–૧૯૫૮.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
*