________________
શ્રુત-ભકિત
(પૂ. આચાર્ય શ્રી ઘાસીલાલજી મસા.ની આજ્ઞા અનુસાર લખનાર) દ. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
તા. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય જ્ઞાનદિવાકર પં. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરેાધસ્વરૂપ કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પૌર્વાત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે, અને જિનવાણીને પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ, સાથે પ્રકાશમાં લાવે છે. એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનંદને વિષય છે.
ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણધર મહારાજેએ શ્રુતપરંપરાએ સાચવી રાખ્યો મૃતપરં. પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્મૃત થવાને સમય ઉપસ્થિત થવા લાગે ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુર–વળામાં તે આગમને પુસ્તક રૂપે આરૂઢ કર્યો. આજે આ સિદ્ધાંતે આપણી પાસે છે. તે અર્ધમાગધી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મભાષા છે. તેને આપણા શ્રમ અને શ્રમણીઓ તથા સમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરંતુ તેને અર્થ અને ભાવ ઘણુ થોડાઓ સમજે છે.
જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્ર છે. એ આપણી આંખ છે. તેને અભ્યાસ કરે એ આપણું સૌની-જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણા સદ્દભાગ્યે જ્ઞાનદિવાકર શ્રી ઘાસીલાલ મહારાજે સત સંકલ્પ કર્યો છે અને તે લિખિત સૂત્રને પ્રગટાવી શાદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યમાં સકળ જૈનોને સહકાર અવશ્ય હવે ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવા ઘટે.
ભ૦ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી જીવેના અજ્ઞાનને નાશ થાય છે, અને તેઓ સંસારના કલેશથી નિવૃત્તિ મેળવે છે, અને સંસાર કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મેક્ષની ફળની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાનકાર્યમાં મૂર્તિપૂજક જૈનો, દિગંબરો અને અન્ય ધર્મિઓ હજારે અને લાખો રૂપીયા ખર્ચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહિ પણ હજારે ટીકા ગ્રંથે દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે. ઈસાઈ ધર્મના પ્રચારકે તેમના પવિત્ર ધર્મગ્રન્થ બાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સર્વ
શ્રી આચારાંગ સૂત્ર : ૧