________________
નવાઈ નથી. અને પૂ. શ્રી વાસીલાલજીના બનાવેલાં સૂત્રે જોતાં સૌ કેઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે.
શ્રી વર્ધમાન શ્રમણ સંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રો માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રોની ઉપયોગિતાની ખાત્રી થશે.
આ સૂત્રો વિદ્યાર્થીને. અભ્યાસને તેમજ સામાન્ય વાંચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે. ત્યારે સામાન્ય હિંદી વાંચકને હિંદી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમજાય છે.
કેટલાકને એવો ભ્રમ છે કે સૂત્ર વાંચવાનું કામ આપણું નહિ, સૂત્રો આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન ખોટો છે. બીજા કેઈ પણ શાસ્ત્રીય પુસ્તક કરતાં આ સૂત્ર સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભગવાન મહાવીરે તે વખતની લેકભાષામાં (અર્ધમાગધી ભાષામાં) સૂત્રે બનાવેલાં છે. એટલે સૂત્રે વાંચવા તેમજ સમજવામાં ઘણાં સરળ છે.
માટે કઈ પણ વાચકને એને ભ્રમ હોય તે તે કાઢી નાંખવે અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ. એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રે જ વાંચવાં.
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થાજૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે. અને કરી રહી છે તેવું કઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી.
સ્થા. જૈન શાદ્ધાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે બીજા છ સૂત્રે લખા ચેલ પડ્યા છે, બે સૂત્ર-અનુગદ્વાર અને ઠાણાંગ સૂત્ર–લખાય છે તે પણ થોડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે.
તયાર સૂત્રો જલ્દી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રો ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ.
જેન સિદ્ધાંત પત્ર–મે ૧૫૫
શ્રી આચારાંગ સૂત્ર : ૧