________________
કર્મને તાબે થઈ પરાધીનતા, નિરાધારતા, અને અસમર્થપણ તે પામ્યા છે હીન, ગરીબ અને દુઃખી બન્યા છે તેમજ એકેદ્રિય વગેરે અવસ્થા મળી છે, હમેશાં તે સુખને ચાહનાર છે અને યથાશકિત સુખ મેળવવાના ઉપાય કરતાં કરતાં ખપી જાય છે. એવા એ રાંક છાને અર્થથી (મતલબથી–સ્વાર્થથી) અનર્થથી (વગર સ્વાર્થે) દુઃખ દેવું, સતાવવું અગર તેને પીડા પામતા જોઈ હર્ષ પામવે, તેને હિંસામય રૌદ્રધ્યાન કહે છે. એકેંદ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવ લગી કોઈ પણ જાતે પિતાના હાથથી, તથા બીજાના હાથથી પ્રાણરહિત કરતા જોઈને, કટકા કરતા જાઈને, લેઢાની બેડીથી અથવા શણું કે સૂતરની દેરીથી બાંધતા જોઈને, કેટડીમાં, ભોંયરામાં કે કે કેદખાનામાં કન્જ કરતા જોઈને, કાન, નાક, પૂછડું, શીંગડું, હાથ, પગ, નખ અને ચામડી વગેરે કઈપણ અંગઉપાંગનું છેદન ભેદન થતું જોઈને, કતલખાના માં બિચારા જીવોને વધ કરતી વખત કળકળાટ સાંભળીને તથા તેના કટકે કટકા તરફડતા જોઈને, એમ અનેક રીતે જીવેને દુઃખ ખમતા અગર કપાતા જોઈને, એવી રીતે આનંદ માને કે બહુ સારું થયું, આ પ્રમાણે જ આને મારવાની જરૂર હતી, બાંધવજ જોઈએ, ફાંસી, શૂળી દેવી જ જોઈએ, એ બહુ જુલમી હતું તેથી જ હેત તે ભારે ગજબ કરી નાંખત, મરી ગયું છે પાપ ગયું, પૃથ્વીને ભાર ઓછો થા, વગેરે શબ્દચાર કરે અને રાજી થાય તે તેને હિંસાનું બંધી રૌદ્રધાન કહે છે.
(૨) (વળી પણ) આહાહા ! આ મહેલ, મંદિર, બંગલા, દુકાન, હવેલી, કેટ, કિલા, ખાઈ, બુરજ, તીરથંભ, માટી અને