________________
છે તે નિહાળવાથી સ્પષ્ટ થાય છે કે, સુખ અને દુખને હેતુ બીજે કેઈ નહિ પણ મનનું ધ્યાન કે મને વિચારજ છે. એવી મનની પ્રવૃત્તિજ સુખ દુઃખને પેદા કરનાર છે. એ ધ્યાનને ધ્યાનાર (એટલે ધ્યાતા જે) આત્મા, તે પણ જે વસ્તુનું (એટલે ધ્યેયનું) રાત દિવસ ધ્યાન કરે છે તેના જે એટલે ધ્યેય વસ્તુરૂપ બની જાય છે. આત્મા આ પ્રમાણે પિતાને હાથે ધ્યેયરૂપ બનવાથી શુભ અને અશુભ પ્રવૃત્તિમાં પડે છે અને તેથી સુખ અને દુઃખ પામે છે.
આ ધ્યાન શું ચીજ છે? કેટલી જાતનું છે? ધ્યાતા (ધ્યાન કરનારે) પિતે થેયરૂપ (જે વસ્તુનું દાન કરે તેના જેવ) શી રીતે બની જાય છે? કેવી રીતે સુખી અને દુઃખી થાય છે? કયા ધ્યાનથી અખંડ આનંદ અથવા આત્મિક પરમ સુખની પ્રાપ્તિ થાય છે? એ બધી બાબતેનું ખુલાસાથી સ્વરૂપ જાણવાને, અનુ. ભવવાને અને મેળવવાને જે જે ઉપાયે જોઈએ તે, આ ધ્યાનકલ્પતરૂ એટલે ધ્યાનથી મનવાંછિત ફળ આપનાર ઝાડની છાયામાં વિસામે લઈ તેમાં મગ્ન થવાથી જરૂર મળશે.
ધ્યાન શબ્દમાં ઔ ધાતુ છે. શૈ ધાતુને અર્ધ અંતઃકરણમાં ધ્યાન કરવું, વિચાર કરે, ચિત્વન કરવું, એ થાય છે. શાસ્ત્રમાં ધ્યાનના ભેદ નીચે પ્રમાણે કહ્યા છે.