________________
અકયાક પર્મ કાલાક અને
રણુહાર, ક્ષાયિકસમ્યકત્વ-જથાખ્યાત ચારિત્ર--કેવળજ્ઞાન–વળદર્શન યુક્ત, અઢાર દેષ રહિત, ચેન્નીશ અતિશયે વિરાજમાન, પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણના ગુણ સહિત, પરમશુકલેશી, પરમશુકલધ્યાની, અદ્વૈતભાવી, પરમ કલ્યાણરૂપ, પરમ શાંતિરૂપ, પરમ પવિત્ર, પરમ વિચિત્ર, પરમ દાતા પરમ ભક્તા, સર્વસ, સર્વદશી, સિદ્ધ, બુદ્ધ, હિતૈષી, મહર્ષિ, નિરામય (નિરેગી), મહાચંદ્ર, મહાસૂર્ય, મહાસાગર, લેગીન્દ્ર, મુનીન્દ્ર, દેવાધિદેવ, અચળ, વિમળ, અકલંક, અવંક, ત્રિલેક તાત, ત્રિલેક માત, રિલેક ભ્રાત, ત્રિલેક ઈશ્વર, ત્રિક પૂજ્ય, પરમપ્રતાપી, પરમાત્મા, શુદ્ધામા, આનંદકંદ, ઇંદ્ધિનિકંદ, કાલે પ્રકાશક, મિથ્યાત્વતિમિરવિનાશક, સત્યસ્વરૂપ, સકલ સુખદાયક, એવા એવા અનંત વિશેપણથી વિરાજતા પ્રભુ સ્વાદુવાદ વાણીની રીતે મહાદેશના આપી ફરમાવે છે કે, અહે ભવ્ય છે ! ચેતે ચેતે, મેહનિદ્રા છોડે, જાગે, જરા જ્ઞાનદ્રષ્ટિથી જુઓ, આ અત્યુત્તમ મનુષ્ય જન્મ વગેરે સામગ્રી પૂર્વના મહાન પુણ્યોદયથી તમને પ્રાપ્ત થઈ છે એને વ્યથ ન ગુમાવતાં લાભ લ્યો, રાન, દશન, ચારિત્રરૂપી ત્રણ રત્નોથી ભરેલા અક્ષય ખજાનો તમારી પાસે છે તે સંભાળે, એ ખજાનાના રક્ષક બને, એ ખજાનાને લૂટનારા મોહ, મદ, વિષથ, કષાય વગેરે ઠગારા તમારી પાછળ લાગ્યા છે, માટે એ ઠગારાના કંદથી બચો, એ ઠગારાના પ્રસંગથી અનંતભવભ્રમણાની શ્રેણીઓમાં જે વિપત્તિ તમે સહન કરી છે, તેને યાદ કરી ફરી એ દુઃખના દરિયામાં પડવાથી ડરે, એ દુઃખસાગરથી બચવાને માટે ઉપાય કરવાને આજ ઉત્તમ વખત છે. આ વખત જે હાથમાંથી ગમે તે પછી અવસર મળવા મહા મુશ્કેલ છે, જો આ વખતને ફેગટ ગુમાવી દેશે તો પછી ઘણે પસ્તા થશે, એ સત્ય માનજો. મળેલા દુલભલાભને ગુમાવે નહિ, અને હાથ આવેલ વખતમાં જે લાભ લેવાય તે લઈ લે, માન! અરે માને! વિકરાળ માયાની જાળને તેડી જગતનાકુંને છેડી,