________________
૨૬૦ આત્મા અને કર્મને જૂદા કરવાના પ્રયત્ન મનુષ્યજન્મમાં થાય છે માટે મેક્ષના અથી જીવે, આ ખરે અને ઉત્તમ અર્થ સિદ્ધ કરવાનો અવસર (મનુષ્ય જન્મ, નિરોગી કાયા, પૂર્ણ ઈદ્રિ, વગેરે) પ્રાપ્ત થયેલ છે તેમાં વૈરાગ્ય અને પૈર્ય ધારણ કરી જ્ઞાન સહિત ધ્યાની બની જીવને કર્મથી જૂદે કરે.
આ પ્રમાણે જીવ અને કર્મની જૂદાઈ જાણવાને તથા તેને ભિન્ન કરવાને ઉપાય સંક્ષેપમાં કહે વળી ગ્રંથકાર કહે છે કે
પિંડસ્થ ધ્યાનમાં સંસ્થિત થઈ આત્માની જ્ઞાનરૂપી જ્યોતિ પ્રકાશિત કરવાનો સરળ ઉપાય એક ગ્રંથકાર એવો કહે છે કે –
શુભ ધ્યાનમાં કહ્યા પ્રમાણે દ્રવ્ય વગેરે શુભ સામગ્રીઓ સહિત ધ્યાનસ્થ બની જ્યારે પિતાને શ્વાસ બહાર નિકળે ત્યારે અંતઃકરણમાં વિચારે કે હું સ્વસ્થાનક છડી બહાર આવ્યા, વળી પાછો અંદર શ્વાસ જાય તે વખતે વિચારે કે હું અંદર જવા મંડયો; એમ વિચારતાં વિચારતાં શિરસ્થાનથી કંઠસ્થાન અને કંઠસ્થાનથી નાભિના કમલ સ્થાન પર જઈ વિરાજમાન થવું અને ત્યાં સ્થિર થઈ અંદરની તરફ દ્રષ્ટિને ખુલ્લી કરી જેવાથી એવું જણાશે કે હું નાભિકમળપર રહેલ . એમ કરતાં જ્યારે પોતાના આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ ધ્યાનમાં આવે ત્યારે તે સૂક્ષ્મ સ્વરૂપની દ્રષ્ટિ ખુલ્લી કરી નાભિની આજુબાજુ ચારે તરફ અવલોકન કરવું. આ પ્રમાણે ધીરજ અને દ્રઢ નિશ્ચયથી અવલોકન કરતાં જે અંધકાર જોવામાં આવે તો તેજ વખત દ્રઢ નિશ્ચયથી કલ્પના કરે કે “આ અંધકારને તરત નાશ થાઓ, અને અનંતપ્રકાશી સૂર્ય મંડળને મારા હૃદયમાં પ્રકાશ થાઓ.” આમ કહીને સૂક્ષ્મરૂપથી આકાશની તરફ અવલોકન કરતાં તરતજ સૂર્ય જેવો પ્રકાશ અંતઃકરણમાં દેખાશે. આવી રીતે હમેશાં અભ્યાસ રાખવાથી અંતરાત્માની જ્ઞાનરૂપી તિમાં દિન પ્રતિદિન વિશેષ શુદ્ધિ થશે અને આંતરિક અંદરની) ગુપ્ત વસ્તુઓ જાણવામાં આવશે તેમજ અનેક ગુપ્ત શકિતઓ પ્રગટ થશે.
પિંડસ્થ ધ્યાનમાં પાંચ તત્વને વિચાર કરવાથી પણ જ્ઞાન જ્યોતિ પ્રકાશ થાય છે એમ પણ એક ગ્રંથકાર જણાવે છે. તે એવી રીતે કે ધ્યાનમાં