________________
- ૨૬ એજ રીતે પિંડસ્થ ધ્યાનમાં સપ્તભંગીથી આત્મતત્વ વિચારે. (૧)-પ્રત્યેક પદાર્થ પોત પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની + (દ્રવ્ય ચતુષ્ટયની) અપેક્ષાએ અતિરૂપ છે. આત્મામાં જ્ઞાન,
બેસી દ્રઢતા પૂર્વક પ્રથમ પૃથ્વી તત્વને વિચાર કરે તે એવી રીતે કે ગેળાકાર પૃથ્વી છે તેના મધ્યમાં ક્ષીર સાગર, તેની મધ્યમાં જબુદીપને કમળરૂપ માને, અને તેની મધ્યમાં મેરૂ પર્વતને પાંખડીઓ રૂપે ગણી તેમાં સિંહાસન છે એવી કલ્પના કરવી, એ સિંહાસન પર હું આવીને બેઠો છું એમ નિશ્ચય કરે(૨) તે પછી બીજા અગ્નિતત્વનો એવો વિચાર કરે કે હૃદયમાં ૧૬ પાંખડીના કમળમાં ૨ થી માંડી ૧૬ મા : સ્વરની સ્થાપનાની વચમાં “”બીજ ગોઠવે, તે પછી વિચાર કરે કે વચમાં ધુમાડો નીકળવા માંડ્યો તે પછી મહા જવાળા નીકળતાં કમળને ભસ્મ કરી ભક્ષના અભાવથી
અગ્નિ શાંત થઈ. (૩) ત્રીજા વાયુ તત્વને માટે એવો વિચાર કરે કે મહાવાયુ પ્રગટ થયા અને મેરૂને કંપાવવા માંડે, અને પ્રથમની ભસ્મ હતી તેને ઉડાડીને લઇ ગયો તેથી તે જગા સાફ થઈ ગઈ. (૪) પાણું તને માટે એ વિચાર કરે કે, આકાશમાં ગર્જના થઈ, વરસાદ પડવા લાગ્યો, અને મહામેઘ પડીને તે સ્થાન વિશેષ સાફ થયું. તે પછી વરસાદ જાતે ર. (૫) આકાશ તત્વને માટે એમ વિચારે કે હવે મારો આત્મા સાત ધાતુમય પિંડ રહિત, પૂર્ણ ચંદ્રના જેવો પ્રકાશિત, નિર્મલ, અને સર્વજ્ઞ દેવ રૂપ બન્યો છે. આ પ્રમાણે દ્રઢતાથી અને નિશ્ચયાત્મક બુદ્ધિથી વિચારતાં ઉપર લખ્યા મુજબ આબેહુબ બનાવ દ્રષ્ટિગોચર થાય છે.
+ પિતાના કવ ચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) થી સર્વ પદાર્થ સત્ય છે. જેમકે– (૧) આત્મા જ્ઞાનગુણોનું પાત્ર છે માટે તે ગુણે તેનું દ્રવ્ય કહેવાય. જ્ઞાનાદિ ગુણોમાં સમય સમયમાં જે ફેરફાર થાય છે તે માત્માના સ્વભાવને નહિ પણ પર્યાયે ફેરફાર થાય છે (૨). આત્માના જે અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાનાદિ ગુણ કહેલ છે તે સ્વક્ષેત્ર કહેવાય (૩) પર્યાયામાં જે ઉત્પાદ-વ્યય ક્ષણે ક્ષણે થાય છે તે સ્વકાળ છે (૪) અને આત્માના ગુણોના તથા પર્યાયના જે જે કાર્ય રૂપી ધર્મે છે તે સ્વભાવ છે.