________________
ળતા, એમ એકમાંથી અનેક દુર્ગુણેની વૃદ્ધિ થતી જાણી લોકિક પ્રેમને છોડી કેર (આત્મિક) પ્રેમ રાખ.
(૩૦). જ્યારે ખરૂં જ્ઞાન થાય છે ત્યારે જગત બાવર અથવા ગાંડા જેવું દેખાય છે, અને જ્યારે ધ્યાન થાય છે ત્યારે દરેક વસ્તુને યથાર્થ સ્વભાવ પ્રગટ થાય છે અને તેથી જેવું હોય તેવું દેખાય છે, અને રાગદ્વેષને નાશ થાય છે.
(૩૧). આત્મા આત્માની મારફત એ વિચાર કરે છે, હું આત્મા છું અને શરીરથી જૂદે છું, એ દ્રઢ નિશ્ચય થવાથી ફરી સ્વપ્નમાં પણ શરીર ભાવને પામે નહિ. આવી દ્રઢતાથી આત્મસિદ્ધિ થાય છે.
(૩ર). જાતિ અને લિંગની અહંતા ત્યાગ કરવાથીજ સિદ્ધિ થાય છે.
(૩૩), જેમ વાટ દીવાને મેળવીને દીવા રૂપજ થાય છે તેમ આત્મા સિદ્ધના સ્વરૂપને અનુભવ કરવાથી સિદ્ધ રૂપ બને છે. " (૩૪). આત્માને આત્માની આરાધના કરવાની છે, બીજાની નહિ, એજ આરાધનાથી આત્મા પરમાત્મા બને છે. જેમ લાકડું લાકડાં સાથે ઘસવાથી અગ્નિ થાય છે તેમ આત્મા આત્માનું ચિંત્વન કરે તે પરમાત્મા થાય છે.
(૩૫). આપણે મરી ગયા એવું સ્વપ્ન આવતાં જેમ આપણે મરતા નથી તેમ જાગૃત અવસ્થામાં પણ પોતે મરી જાય છતાં પિતે મરતે નથી કારણ કે આત્મા અમર છે.
" (૩૬). અવસર, શક્તિ, વિભાગ, અભ્યાસ, સમય, વિનય, વસમય (સ્વમત ), પરસમય (પરમત), અભિપ્રાય વગેરેને વિચાર કરી જ્ઞાની પુરૂષ ઈચ્છા રહિત થઈ જગતમાં પ્રવેતે છે.
(૩૭). શરીર જેમ બહાર અસાર છે તેવુંજ અંદર છે.
(૩૮), જ્યાં મમતા નહિ ત્યાં સમતા છે, ત્યાંજ સહિત માર્ગ છે.
છતાં “
માં અહિત થઈ રહેલ અતિ