________________
૨૪૫ (૨૦). અજ્ઞાની ફકત બહારના ત્યાગથી સિદ્ધિ માને છે, અને જ્ઞાની તે બહારના અને અંદરના બંને દુશ્મનને ( ઉપાધિઓને) છેડી તેમાંજ ખરી સિદ્ધિ માને છે.
| (૨૧). અધ્યાત્મજ્ઞાની પુરૂષ વ્યવહારમાં વચન અને કાયાથી અનન્ય કાર્ય કરતાં છતાં મનથી તે એકાંતપણે અંતરાત્મામાં જ લીન રહે છે. ' (૨૨). આત્મ સાધન કરતાં જે ઉપસર્ગો અને દુઃખ પડે તેને અધ્યાત્મી જીવ દુઃખ ન સમજતાં રેગી માણસ જેમ કડવાં એસડેના સ્વાદને ન જોતાં ગુણગ્રાહક બને છે તેમ સુખજ લેખે છે.
(ર૩). જ્ઞાનીને આત્મ સાધન સિવાય બીજાં કામ કરવા માટે જરાપણ ફુરસદ નથી.
(ર૪). પરમાનંદ પિતાના આત્મામાં જ છે. બહાર શા માટે હુ છે? :
(રપ), ઈચ્છા એજ સંસાર છે, ઈચ્છાને ત્યાગ કરવાથી સંસાર સહેજે છૂટે છે.
. (૨૬) જેવી રીતે પહેરેલાં લૂગડાં જૂનાં, ઝાંખાં અને નષ્ટ થતાં છતાં પહેરનારનું શરીર જીર્ણ, ઝાંખું અને નષ્ટ થતું નથી તેવી રીતે શરીર અને આત્માનું સમજવું.
(૨૭) અજ્ઞાની જીવ, મંદબુદ્ધિથી પરવસ્તુમાં આનંદ માને છે, અને જ્ઞાની તે અંતર આત્મામાંજ આનંદ માને છે, કારણ કે તેના ભ્રમને નાશ થયે હોય છે.
(૨૮.) સ્થિર સ્વભાવી આત્માજ મેક્ષ પામે છે, સ્થિરતાજ સમ્યક્દર્શનની ઋદ્ધિ (દેલત) છે.
(૨૯) લૈકિક પ્રેમ (આ દુનિયાને વ્યવહારિક પ્રેમ) શખવાથી વચનાલાપ (વાણી વિલાસ) કરવું પડે છે, વચનાલાપથી ચિત્ત વિશ્વમ, ચિત્તવિરામથી ગભરામણ, ગભરામણથી ચંચ