________________
દ્વિતીય પત્ર–“ અંતરાત્મા.” (૨) અંતરાત્મા–અંતરામામાં રમણ કરનાર માની એ વિચાર કરે છે કે, હું જેને જેને જે જે નામ દઈને બોલાવું છું, તે તે ફકત લોકિક વ્યવહાર છે, કારણ કે આત્મા તે નિષ્કલંક છે, તેને કેણ સંબોધન કરી શકે તેમ છે? આત્મા તે આત્મમય પદાથનેજ ગ્રહણ કરે છે, બીજા પદાર્થને આત્મા ગ્રહણ કરે જ નહિ. આત્મિક સિવાયના પદાર્થને તે અન્ય પદાર્થ ગ્રહણ કરે છે. એવું (પુદુગળ અને ચૈતન્યની ભિન્નતાનું) ભેદવિજ્ઞાન જેને થાય, અને અંતર (પિતાના આત્મસ્વરૂ૫) તરફ લક્ષ ચૅટે તે અંતરાત્મી જીવ ગણાય છે. અંધકારમાં સ્થંભ હોય તે જેમ માણસ રૂપે દેખાય છે, અને અંધકારને નાશ થવાથી પાછે જેને તે સ્થભજ દેખાય છે, તે રીતે પ્રથમના ભ્રમને જ્યારે નાશ થાય છે, અને કદી નહિ આથમે તેવા ભેદવિજ્ઞાનરૂપી સૂર્યને પ્રકાશ થાય છે, ત્યારે શરીર અને આત્માનું યથાર્થ સ્વરૂપ જણાય છે.
અંતર આત્મ વિજ્ઞાનીના વિચાર.” (૧) સ્ત્રી, પુરૂષ, નપુંસક વગેરે મુદ્દગળ પર્યાયનાં શરીર છે તે માત્ર કમને સ્વભાવ છે, ચૈતન્યને નથી. ચૈતન્ય તે વેદ અને વિકાર રહિત છે, માટે ચૈતન્ય પિતે વિકારી વસ્તુઓને દેખી વિકારી બનવુંજ નહિ; પિતાને નિર્વિકારી સ્વભાવ કાયમ રાખ. - (૨) દુનિઓમાં શત્રુના અને મિત્રતાનાં જે બંધન કે પરિ
મે થાય છે તે પણ કર્મનાજ સ્વભાવ છે. નિશ્ચય મતથી તે “ગwા મિતપ ” એજ સાચું છે. આત્મા પિતે . અકૃત્યથી દૂર રહે તે તે પિતાને મિત્ર પિતેજ છે, નહિ તે શત્રુ તરીકે પણ પિતેજ છે. પોતે પિતાને મિત્ર ન થાય તે શત્રુ તરીકે તે અનાદિથી થયેલે જ છે. આ વિચારથી શત્રુ અને મિત્ર પર તેમજ સારી અને નઠારી વસ્તુપર સમ પરિણામી બનવું રાગ દ્વેષ ન કર,