________________
શું હું પિતા છું? એ પ્રમાણે મને કઈ કાકા, બાપા, મામા, માસા, વેવાઈ, જમાઈ એમ અનેક રીતે મારે મારે કહીને બોલાવે છે તે હવે હું કેણ છું? કે છું? અહાહા ! અતિ આશ્ચર્યની વાત છે કે આ પ્રમાણેના વિચારોમાં તે મારે પત્તે લાગે અતિ મુશ્કેલ છે! જે હું એક હેઉં તે આટલાં બધાં નામ મારાં શી રીતે થયાં ને એ બધામાંથી કેને હું ગણાઉં? પણ નિશ્ચય રૂપે વિચાર કરી જોતાં જણાય છે કે આ બધા એક કર્મરૂપ શત્રુના ચાળા-નાટક છે. હું પુત્ર નથી, પિતાએ નથી, તેમ કઈ બીજારૂપે પણ નથી, મારૂં કઈ પણ નથી તેમ હું એ કેઈને : નથી, જે હું એ બધાં નામ રૂપે હેત તે સદા એને એ રૂપે રહેતો હું પુરૂષ છું એ નિશ્ચય કરું તે અન્ય જન્મમાં સ્ત્રી થઈ પુરૂષના સોગની ઈચ્છા શા માટે કરી? જો હું સ્ત્રી છું એ નિશ્ચય કરું તે અન્ય જન્મમાં પુરૂષ બનીને સ્ત્રી સાથે સંગ કરવાની કેમ ચાહના કરી? ઈત્યાદિ અનેક વિચારે ઉપરથી આ બધા મિથ્યા ભાવ છે એમ નક્કી જણાય છે. માત્ર હું મેહનિશામાં બે શુદ્ધ થઈ, કર્મ સંગથી વિકળ થઈ મારું શુદ્ધ સ્વરૂપ ભૂલી ગયે . જેવી રીતે નાટકશા
+ एगया खत्तिओ होइ, तओ चंडाल बोक्कसो । तओ कीड पयंगो य, तओ कुंथु पिपीलिया ॥४॥ एवमावजोणसुि, पाणीणो कम्म किव्विसा। न निविजंति संसारे, सवढेसु य खत्तिया ॥५॥
ઉત્તરા- ૩, ગાથા ૪-૫. અથ–કઈ વાર જીવ મરીને ક્ષત્રિય થાય છે, તેમજ ચાંડાળ અને બુક્કસ (વર્ણસંકર પ્રજા) થાય છે; અથવા તે કીડા, પતંગિયાં, કુંથુ અને કીડી થાય છે; એવી રીતે અધમ પ્રાણીઓ, જીવ નિને વિષે પરિભ્રમણ કરવા છતાં ઉઠેગ પામતા નથી. જેમ ક્ષત્રિય રાજા યુદ્ધ કરવાથી અને રાજ્ય રિદ્ધિ મેળવાથી સંતોષ પામતું નથી તેમ એ છવ સંસારમાં ફરતાં ફરતાં સંતોષ પામતો નથી.
૨૮