________________
૧૭૮ -
કોઈ રોગને મટાડવા માટે સૂંઠ લઈ આવ્યાં હતા અને તે હાર કર્યા બાદ લેવાની હતી તેથી કાન પર રાખેલી હતી, તે વખતસર ખાવાનું ભૂલી ગયા અને દેવસી પ્રતિક્રમણ કરતી વખતે આશા લેવામાં નમસ્કાર કરતાં સૂંઠ કાન પરથી પડી ગઈ ત્યારે જાણ્યું. પિતાને વિચાર છે કે પૂર્વ જેટલું જ્ઞાન વિદ્યમાન છે છતાં બુદ્ધિ અને યાદશકિત આટલી મંદ થઈ ગઈ તે પછી શું થશે? અમને આમ જ્ઞાન નષ્ટ થતું જશે તે ઘેર અંધકાર છવાશે! આથી જ્ઞાન લખાવવાની ઘણી જરૂર છે. લિખિત જ્ઞાન ભવ્ય જીને હવે પછી બહુ આધારભૂત થશે–ઈત્યાદિ વિચાર કરી સંક્ષેપમાં સૂત્ર લખવાનું શરૂ કર્યું કારણ કે પ્રથમ આચાસંગજીમાં ૧૮૦૦૦ પદ હતાં, જ્યારે હમણાં ફક્ત મૂલના ૨૫૦૦ લેકજ જોવામાં આવે છે. એવી જ રીતે દ્રષ્ટિ વાદાંગ સિવાય ગીઆરે અંગાદિ ૭૨ સૂનું લખવું સંક્ષેપમાં થયું કે જેની હુંડી (નામાદિ) શ્રી સમવાયાંગજી તથા નંદીજી સૂત્રમાં છે. બાકીનું સર્જ. જ્ઞાન તેમની સાથે ગયું.
હવે આ પંચમ કાળમાં તીર્થકર, કેવળી, ગણધર, દ્વાદશાંગીના પાઠી, પૂર્વધારી વગેરે અપાર જ્ઞાનના ધારક કોઈ રહ્યા નથી. શ્રી ઉત્તરાધ્યનજીના દશમા અધ્યયનમાં કહ્યું છે કેગાથા -- દુનિને ગઝ ટ્રિ, વઘુમા સિફ મણિપ, संपइ नेयाउए पहे, समयं गोयम मा पमायए.
- ઉતરા૦ ૧૦, ગાથા છે. ' અર્થહમણાં આ પંચમકાલમાં નિશ્ચયથી શ્રી જિન-તીર્થકર ભગવાન અને કેવળજ્ઞાની દેખવામાં આવતા નથી, પરંતુ મોક્ષમાગના ઉપદેશ કરનાર, જિનેક્ત સિદ્ધાંતને સદધ કરનાર અને ઇને મુક્તિ પંથમાં વાળનાર “સદગુરૂ” ઘણા છે, તે તેના પાસેથી ન્યાયમાર્ગ-મક્ષપથ પ્રાપ્ત કરવામાં હે ગતમ! સમય માત્ર પ્રમાદ-આળસ ન કરે!