________________
૫
બંધન તૂટવાથી પાણીની ઉપર રહેવાને તેને હવભાવ પણ સપાટી ઉપર આવે છે. તેવી રીતે જીવ પણ કર્મબંધનથી છૂટી જાય તે તેના સ્વભાવ પ્રમાણે ઉપર મોક્ષસ્થાનમાં જઈ રહે છે લાકના મધ્ય ભાગમાં ૧૪ રાજુ લાંબી જે ત્રસનાળ છે તે સનાળના ઉપરના ભાગમાં એક ૪૫ લાખ જે જનની લાંબી અને ૪૫ લાખ જજનની પહેલી, ગેળ પતાસાં જેવી, વચમાં ૮ એજન જાડી અને ત્યાંથી કિનારા તરફ પાતળી થતી થતી અત્યંત પાતળી, ધળા સુવર્ણની બનેત્રી એક સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા ઉપર ફક્ત ૧ જોજન લેક રહેલ છે. એ એક જોજનના સાથી ઉપરના ચોવીસમા ભાગમાં સિદ્ધસ્થાન છે. આ જગામાં મોક્ષ ગતિ પામેલા જ પિતાના વિશુદ્ધ આત્મ પ્રદેશથી રહેલા છે. ઉપરની તરફ તે આત્મપ્રદેશ અલકને અડી રહ્યા છે. એ વિશુદ્ધ આત્મ પ્રદેશને જીવની સિદ્ધ અવસ્થા કહે છે. એ સિદ્ધ ભગવાન કવા છે. તે કહે છે.
आत्मोपादानसिद्धं स्वयमतिशयवदीतबाघविशालं। वृधिहासन्यापेतं विषयविरहितं निष्पतिद्वन्द्वमावम् ।। अन्यद्रव्यानपेक्षं निरूपमममितं शाश्वतं सर्वकाल। मृत्कृष्ठानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम् ॥
અર્થ–શ્રી સિદ્ધ પરમાત્મા, પિતાના આત્મ સ્વરૂપે રહેલા, સ્વાભાવિક અતિશયથી યુક્ત, અવ્યાબાધિત (સર્વ બાધા પીડાથી રહિત), હાનિ વૃદ્ધિરહિત, વિષયરૂપી ઢંદ્રભાવરહિત, કઈ પણ દ્રવ્યની ઉપમા ન અપાય તેમ હોવાથી અનુપમ, જ્ઞાન વગેરે
" જેવી રીતે પાણીના આધાર વિના તુંબડુ આગળ જઈ શકતું નથી તેવી રીતે ધર્માસ્તિકાયના આધાર વિના જીવ મેક્ષની ઉપર આગળ અલોમાં જઈ શકતા નથી.
૧૪