________________
જેવી રીતે ઝાડને લાંબા વખત લગી ટકવાને માટે પાયાની (= મૂળની) મજબૂતીની જરૂર છે, તેવી રીતે ધ્યાનને સ્થિર કરવા માટે ચાર પ્રકારના પાયારૂપી વિચાર કરે છે. શ્રીભગવાને આ જીવના ઉદ્ધારને માટે ૧ હેય એટલે છેડવા ગ્ય, ૨ય એટલે જાણવા ગ્ય, ૩ ઉપાદેય એટલે આદરવા ગ્ય એ પ્રમાણેના ક્યા કયા હુકમ ફરમાવ્યા છે તેને વિચાર કરે તે આજ્ઞાવિચય ધર્મ ધ્યાન છે. (૨) આ જીવ અનંતકાળથી દુઃખી છે તે દુઃખ શાથી દૂર થાય તેને વિચાર કરવું તે અપાયરિચય ધર્મ સ્થાન છે. (૩) કર્મ શું છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? અને શું શું ફળ આપે છે? એ વિચાર કરે તે વિપાકવિચય ઘર્મ સ્થાન છે. (૪) જે જગમાં આ જીવને ભમતાં ભમતાં અનંતકાળ જતો રહે તે જગતને કે આકાર પ? એને વિચાર કરે તે સંડાણુવિચય ધર્મધ્યાન છે.
એ ચારનું વિસ્તારથી વર્ણન આગળ કહે છે.
પ્રથમ પત્ર-“આજ્ઞાવિચય". આજ્ઞાવિચય ધર્મધ્યાનને ધ્યાતા એવો વિચાર કરે કે, આ જગતમાં રહેલા ઘણુ જ આત્મ કલ્યાણની ઈચ્છા કરે છે, તે આત્મ કલ્યાણ શ્રીજિનેશ્વર પ્રભુની આજ્ઞામાં પ્રવર્તવાથીજ થાય છે. શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રહીને સાધુ, શ્રાવક જે કરણી કરે છે, તે કરણી આત્મ કલ્યાણ કરનારી છે. પ્રભુની આજ્ઞાથી વધારે, એછું અને વિપરીત સરધે, તે મિથ્યાત્વ ગણવું. માટે શીજિનેશ્વર ભગવાનની આજ્ઞા કઈ કઈ છે તેને પ્રથમ વિચાર કરવાની બહુ જરૂર છે. શ્રીજિનેશ્વર ભગવાને કેવળજ્ઞાન મેળવી, અ લેક, મધ્ય લેક અને ઉર્ધ્વ લેક એ ત્રણ લેકમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં જીવ અને પળના અનંત પર્યાનું પરાવર્તન થઈ રહ્યું છે તે પ્રગટ કરી બતાવ્યું છે. તેથી જ આપણે તેમની આજ્ઞા પ્રમાણે ચરાચર (= ચળ અને અચળ)