________________
“ ત્રય ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણની એકત્રતા થવી તેને સંયમ કહે છે. એ સંયમથીજ સર્વ સુખ તેમજ પરમ પદની પ્રાપ્તિ થાય છે.
“શુભ ધ્યાનનું ફળ.” એવી વિધિથી કરેલું ધ્યાન, આ જીવને મોક્ષ માર્ગમાં ચૂંટાડે છે, હદયમાંના જ્ઞાનરૂપી દીવાને પ્રદિપ્ત કરે છે, અતીન્દ્રિય એવું જે મોક્ષ સુખ તેને મેળવી આપે છે, અધ્યાત્મ દશાની શાંતિ મળે છે, ઇંદ્રિના વિષયે ચિત્તને ખેંચી શક્તા નથી, મેહરૂપી નિદ્રા સ્વાભાવિક રીતે નાશ પામી તેને સંપૂર્ણ ક્ષય થાય છે, ધ્યાન નિદ્રા (=સમાધિ)ની પ્રાપ્તિ થાય છે, મહા પરાક્રમ પ્રગટે, છે, વીતરાગ દશા પેદા થાય છે, અને ધ્યાતાને તેજ વખતે મુક્તિ સુખને અનુભવ આ લોકમાંજ થવા માંડે છે. આવી મહાન શક્તિએ અને લાભે વિધિસર કરેલું ધ્યાન આપી શકે છે.
ક્ષેત્ર વગેરે આઠ પ્રકારનાં શુભાશુભ ધ્યાનની સાધનામાંથી અશુભને ત્યાગી શુભને ગ્રહણ કરનાર ધ્યાતા, યમ, નિયમ વગેરે આઠ પ્રકારનાં સાધનની સાધના યથાવિધિ કરતાં ધ્યાનની સિદ્ધિ મેળવી શકશે.
પરમ પૂજ્ય શ્રી કહાનજી ત્રષિજી મહારાજના સંપ્રદાયના માલ , બહાચારી મુનિશ્રી અમે લખત્રાષિજી વિરચિત ધ્યાનકલ્પતરું.
ગ્રંથની શુભ ધ્યાન નામે ઉપશાખા સમાપ્ત,