SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કવિની પ્રશસ્તિ આપવામાં આવેલ છે. છંદની દષ્ટિએ નિશ્વલિખિત ભાગો છે: (૧) પદ્ય ૧-૮ “આદીશ્વર વિવાહલાની દેશી', “ભાઈ ધન સુપનનું ધન જીવી તરી આ'૧ (-) ૯-૧૭ “સમેતશિખરતી ચૈત્ય પ્રવાડીની દેશી', “શાંતિ જિનેસર નમય પાય, મનવંછિત કામી' () ૧૮૨૨ “ભમ કહ મમ કહ દેવર આણી નહી તે વાલી રે” આ દેશી (૪) ૨૩-૩૧ કપૂર હોઈ અંતે ઉજલું રે, વલય અનોપમ ગંધ રે હિની, જેહની જેસ્યુ રંગ” આ દેશી (પ) કર કલશ ઉપર્યુક્ત દેશીઓમાંની માત્ર પહેલી અને છેલ્લી દેશી વધારે પ્રસિદ્ધ છે. આ કવિતાનું મહત્વ વિશેષતઃ આ ત્રણ વાતોમાં રહેલું છે. એક તો તે એક જાણીતા મુનિરાજ અને કવિની કૃતિ છે; બીજું, તે ઘણી પુરાણી છે; અને ત્રીજુ, કવિના વખતમાં અર્થાત આશરે ૩૫૦ વર્ષ પહેલાં, કેટલાં બધાં પાબિબો ઉપલબ્ધ હતાં તેનું ભાન તે કરાવે છે. ૩ “વૃદ્ધ ચિત્યવદન' પોતાને સં. ૧૬૦માં વિરચિત “કુમારપાલરાસમાં સુપ્રસિદ્ધ શ્રાવક કવિશ્રી ઋષભદાસ પૂર્વકાલીન ગુજરાતી કવિઓને ઉલ્લેખ નિગ્નલિખિત શબ્દોમાં કરે છે:-- આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ અપભાય લાવણ્ય, લીંબે, ખીમો, ખરો, સંકલ કવિની કરતિ કરે. હંશરાજ, વાહ, દેપાલ, માલ, હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ, સમરો, સુરચંદ, શીતલવચન જિમ શારદ ચંદ. એ કવિ મેટા બુદ્ધિ વિશાલ, તે આર્લિ હું મુરખ બાલ.” જે કવિ ખીમાનું નામ આ પદ્યમાં આવ્યું છે તેમની હજુ સુધી ફક્ત એક જ કૃતિ, અર્થાત્ પેલી “શત્રુંજય ચિત્ય પ્રવાડી’ ઉપલબ્ધ છે કે જે પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરિની પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’, ભાગ ૧. જે. ગુ. ક. ૩ પૃ. ૧૯૮૫ (નં. ૧૪૨૨)માં આ દેશી ની વિગત કંઈક જુદી છે. ૨. જે. ગુ. ક. ૩ પૃ. ૧૮૬૫ (નં. ૩૦૫) તથા પાઠાંતર સહિત પૃ. ૨૦૮૬ (નં ૨૧) ૩. જે. ગુ. ક. ૧. પૃ. ૪૧૮ અને ૧૬૨ ૪. શ્રી યશોવિજય જેનગ્રંથમાળા, ભાવનગર,વિ. . ૧૯૦૮, પૃ. ૧૫ તથા પ્રસ્તાવ ના પૃ. ૪૫
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy