SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ માં પ્રકાશિત થઈ છે એમ સ્વ. દેસાઇના મત છે.૧ શ્રીવિજયધર્મસૂરિજીએ બતાવ્યું છે કે આ કવિતાના કર્તા ખીમેા વિ. સં. ૧૩૭૮ની પછી અને વિ. સં. ૧૬૧૯ની પહેલાં વિદ્યમાન હતા. ઉપર્યુક્ત ખીમા અને ‘જયણા ગીત'રના કર્તા ખીમ એક જ વ્યક્તિ હોય તે બનવાજોગ છે. આ કવિ ખીમાની હમણાં જ એક ત્રીજી કૃતિ હસ્તગત થઇ હાય એમ લાગે છે. તે સિંધિયા એરિયંટલ ઇન્સ્ટિટયૂટની હસ્તલિખિત પ્રત ન ૬૫૮૪માં મળી આવેલું ૮ પદ્યોનું વૃદ્ધ ચૈત્યવન્દન' છે કે જે અહીંયાં પ્રકાશિત કરવામાં આવે છે. તેના કર્તાનું નામ પ્રેમેા’ લખેલું છે. તે શૈલી અને ભાષાની દૃષ્ટિએ ઉપર્યુક્ત ચૈત્યપ્રવાડીને અત્યંત મળતી છે. તેમાં રાણકપુરના ‘નલિની ગુલ્મ વિમાન'ને મળતું પ્રસિદ્ધ મંદિર અને તેમાંના ચતુર્મુખ ઋષભદેવના ઉલ્લેખ છે. આ બિંબની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૯૬માં થઈ હતી તેથી તેને રચનાકાલ તે પછીના જ સાબિત થાય છે. જે આ કવિતા ખરેખર ઋષભદાસ કિવ દ્વારા ઉલ્લિખિત પ્રસિદ્ધ ખીમાની કૃતિ હોય તેા તે જરૂર કંઈક મહત્ત્વ ધરાવે છે. બાકી તે ધાર્મિક ભક્તિ-ભાવના અને વિશ્વના દષ્ટિકાથી પણ પ્રકાશિત થવા લાયક છે. ઉપર્યુક્ત પ્રતનું એક જ પ્રાચીન દેખાવનું હું પત્ર છે કે જે પર ૪૦ સાધારણ દેવનાગરી અક્ષરાની ૧૩ અને ૧૧ લીટીઓ લખેલી છે, અક્ષરા કાળી અને વિરામા તથા બાજૂએની કિનારીની રેખાએ લાલ શાહીથી લખેલી છે. સુધારા પીળી હરિતાલથી કરેલ છે કે જેને કાળા થયેલે રંગ પ્રતની પ્રાચીનતાના સાક્ષીભૂત છે. આરભમાં “ભલે મીડું'' અને અંતમાં “તિ શ્રીવૃદ્ધચૈત્યવંન॥ સંપૂર્ણ” આ પુષ્પિકા છે. છેવટનું પૂજ્યપાદ મુનિરાજ શ્રીજયંતવિજયજી મહારાજે આ પુસ્તિકાનું નિરીક્ષણ કર્યાં પછી વિશેષ તીર્થસ્થાનાના વિવેચન સંબન્ધીની કેટલીક બહુમૂલ્ય સૂચનાએ કીધી છે જેના ઉપથેગ કરવામાં આવ્યેા છે. વળી પરમપૂજ્ય ગુરુજી મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી મહારાજ તરફથી આ નાનકડી કૃતિનાં સંશાધન અને સંપાદનમાં જે અમૂલ્ય સલાહ અને ઉત્તેજના મળી છે તેના પ્રતાપથી જ તે પ્રકાશમાં આવવા પામી, જે એમ કહું તે ચાલે; એટલે બંને મહાત્માઓના સાદર ઉપકાર માનવા અંતરાત્મા મને પ્રેરે છે. ઉજ્જૈન, ગુડી પડવેા વિ. સં. ૨૦૦૩ (૨૩-૩-૪૭) શાોને કાઉઝે ૧. જે. ગુ. ક. ૧, પૃ. ૧૬૨. ૨. જે. ગુ. ૪, ૩, પૃ. ૪૯૬ ૩. જે. સા. સ. ઇ. પૅરા ૬૬૫ ર્
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy