SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એમનું અને શ્રીવિમલહનું નામ મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી દ્વારા અકબર અને હીરવિજયસૂરિના ઇતિહાસના વિષયમાં કરેલી રોધખોળથી પ્રસિદ્ધ છે.૧ શ્રી પ્રેમવિજયજી પોતે એક ગુજરાતી કવિ તરીકે નામાંક્તિ છે. તેમની કૃતિઓ નિઋલિખિત છે – (૧) ઉપયુલિખિત “પાર્શ્વનામમાળા' સં. ૧૬૫૫ (૨) “તીર્થમાળા', સં. ૧૬૫૯ (૩) “આત્મશિક્ષાભાવના', સં. ૧૬૬ર (૪) “શત્રુંજયસ્તવના આદિનાથવિનતિ' (૫) ધનવિજયપન્યાસ રાસ (૬) “વસ્તુપાલ તેજપાલ રાસ', સં. ૧૬૭૭ (૭) “સીતા સતી સજઝાય આ સાત કૃતિઓમાંની છેલ્લી ૬ કૃતિઓ જૈન ગુર્જર કવિઓ'માં ઉલિખિત છે, જ્યારે કે પહેલી કૃતિ હજુ સુધી અપ્રસિદ્ધ છે. માત્ર જૈન સત્ય પ્રકાશમાં પ્રકાશિત “કંઈક શખેશ્વર સાહિત્ય આ શીર્ષકના મારા એક નિબંધમાં તેનું નામ સુચિત કરવામાં આવ્યું હતું. પ્રત અહીં આ કવિતાને ઉજજૈનના શ્રી સિંધિયા ઓરિયંટલ ઇન્સ્ટિટયૂટની પ્રત નં. ૬૩૯ના આધાર પર પહેલી વાર પ્રકાશિત કરવામાં આવે છે. ઉક્ત પ્રત ૯”x૪”ના મોટા કાગળનાં ૬ પત્રોની છે. દરેક પત્રના મધ્ય ભાગમાં એક ચોરસ આકારનું સ્થાન શન્ય રાખવામાં આવ્યું છે. જેના કેન્દ્રમાં (બન્ને કિનારીઓ પર જેમ) એક વર્તુલાકાર લાલ રંગથી ભરવામાં આવ્યું છે. દરેક પૃષ્ઠ પર સાધારણ દેવનાગરીના ૨૫ અક્ષરોની ૧૦ લીટીઓ કાળી શાહીથી લખેલ છે. આરંભમાં ‘ભલે મીંડુ' અને અંતમાં નિન્નલિખિત પુપિકા લખેલ છે–તિ 2 િgif િવાસ નિનની માત્રાત્રીની સંપૂર્ણ: શ્રી’. આ પ્રત વધારે પ્રાચીન દેખાતી નથી અને અશુદ્ધ પણ છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથની આ એક જ પ્રત ઉપલબ્ધ થઈ છે. એટલે આનો આધાર રાખવો જ પડવ્યો. આ કારણથી રહી ગયેલી ખામીઓ માટે વાચક ક્ષમા કરશે એવી આશા છે. કવિતા વાસ્તવમાં આ કવિતા માત્ર પાર્શ્વનાથતીર્થસ્થાનોનાં નામની સપ-ન-મ-લ-હ-વ-ભ-જ-બ-ર-ખ-ગ–ઘેધ–ત–ફડ-૮-છ-ક-અચદ તથા પરચૂરણ અક્ષરે, એ જ ક્રમમાં ગોઠવેલી રસ-રહિત સૂચી છે. માત્ર અંતિમ પદ્યોમાં શંખેશ્વરતીર્થના ઈતિહાસના કેટલાક ઉલ્લેખો અને ૧. જુએ મુન વિદ્યાવિજય, સૂરીશ્વર અને સમ્રાટ', શ્રી યશોવિજયજન ગ્રંથમાળા ૨. ભાગ ૧ પૃ. ૩૯૭ ૩૯૮ અને ૩ પૃ. ૮૮૫ ૮૯૦ તથા જ.સા.સ.ઇ. પિરા ૮૯૬. ૩. ડિસંબર :૯૪૫ પૃ. ૭૩
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy