SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮-૧૨૧ પાર્વ “ભગવાનનાં ૧૦૮ નામ. ૧૨-૧૨૭ પાક મન્ત (વિશેઘત: “મટે–દે-મત્ર’ અને ‘વિણ-િમત્ર)નું મહત્ત. ૧૨૮-૧૩૨ પ્રશસ્તિ –તેમાં આવેલા કવિના ગુરુશ્રી ભાનુમેરુ અને તે વખતના ગચ્છપતિ શ્રી વિજયસુન્દરસૂરિનાં નામોના ઉલ્લેખોનું વિવેચન ઉપર કરવામાં આવ્યું છે. પદ્ય ૧૩૦ પ્રમાણે કવિએ આ કૃતિને મંગળવાર આસો વદિ ૯ સં. ૧૬૫૬ના દિવસે પુષ્ય નક્ષત્રમાં પૂર્ણ કીધી છે. પદ્ય ૧૩૦ અને ૧૩૧માં કવિ પિતાની કૃતિને “છંદ' તરીકે ઓળખાવે છે, તેથી આ જ નામ કાયમ રાખવામાં આવ્યું છે (યદ્યપિ “એ” અને “ડ” સંજ્ઞક પ્રતોની પુષિકામાં પ્રબંધ” અને “સ્તવન” આ શબ્દો આપવામાં આવેલ છે અને સ્વ.દેસાઇએ આ કવિતાને ‘શંખેશ્વર સ્તવન’ના નામથી ઓળખાવી છે).૧ ગ્રંથનું મહત્વ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ વિશેષતઃ તેમાં ભરપૂર ભરેલા પ્રભુભક્તિરસથી, તેની ચારણ કવિતાનું સ્મરણ કરાવનાર પ્રોઢ ભાષાથી અને તેના પ્રાકૃતિક રાગ અને તાલ વડે વિશિષ્ટ મનોહર કવિત્વશૈલીથી આકર્ષક ગણાશે. તત્ત્વજ્ઞાનના વિશેષજ્ઞ વાચક તેમાં જગ્યાએ જગ્યાએ પ્રકટ થતી આ વિષય સંબધી કવિની ગંભીર વિદ્વત્તા તથા હઠયોગ વગેરે ગહન સિદ્ધાન્તોને મનોહર અને સુબોધ રીતે તીર્થકરના જીવનચરિતમાં ઉતારવાના તેમના કૌશલ્યની પ્રશંસા કરશે. ઇતિહાસવેત્તા તેમાંની પ્રાચીન તીર્થસ્થાનોની નામાવલીથી આકર્ષિત થશે; અને વળી ભાષાશાસ્ત્રના અભ્યાસી ‘સેલહથે’, ‘તલાર વગેરે પ્રાચીન શબ્દોના તથા ચો,-ચી, –કે,–કી–સે–રો જેવા પ્રત્યયોને તેમાં થતા પ્રયોગને પિતાનાવિધ્યને માટે અમૂલ્ય ગણશે. એટલે અનેક અપેક્ષાથી આકર્ષક આ કૃતિ અહીં પ્રકાશમાં લાવવામાં આવી છે તે અસ્થાને નહીં ગણાશે. ૨. ત્રણસો પાંસઠ પાર્શ્વ-નામમાળા કવિ અને તેમની કૃતિઓ ત્રણિસિ પાંસઠ પાસ-નામમાળા' (અર્થાત “ત્રણસો પાંસઠ પાનામ-માળા') નામની કવિતા તેની અંતિમ પ્રશસ્તિને અનુસાર તપાગચ્છના વિજયસેનસૂરિશિષ્ય શ્રીવિમલહર્ષ વાચકના શિષ્ય અને શ્રીરનહર્ષના ગુભાઈ શ્રી પ્રેમવિજયજી દ્વારા સં. ૧૬૫૫માં ખંભાતના અકબરપુર નામના પરામાં વિરચિત છે. શ્રી વિજયસેનસૂરિ અકબર બાદશાહના પ્રતિબોધક શ્રીહીરવિજયસૂરિના શિષ્ય અને તપાગચ્છના ૫૯ મા આચાર્ય હતા. ૧. જે. ગુ. ક. ૩ પૃ. ૭પપ.
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy