SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મોતીદામ (પદ્ય ૪૩-૪૮), ત્રિભંગી (પદ્ય ૫૪-૫૭) અને ભુજંગપ્રયાત છંદ (પદ્ય ૮૭-૧૨૭)ને માટે જે દેશીઓ આપવામાં આવેલ છે તે સ્વ. દેસાઈની દેશીઓની સૂચીમાં મળતી નથી." સારાશ શંખેશ્વર પાર્શ્વનાથ છંદનો સારાંશ નિગ્નલિખિત છે – પદ્ય ૧૭: સંસ્કૃતમાં શંખેશ્વર પાર્શ્વનાથની પ્રશંસા અને પ્રાર્થના ૮: ગુજરાતીમાં એમની સ્તુતિ ૯ ૧૩: સરસ્વતીની સ્તુતિ ૧૪-૧૮: પાર્શ્વનાથનો મહિમા ૧-૫૧: પાર્વનાથનાં તીર્થસ્થાનોની અને બિબોની નામાવલી. આ નામાવલીમાં ઘણાંખરાં વિચ્છેદ થયેલાં તીર્થો અને પ્રાચીન બિબોનાં નામ છે. દિલગીરી એ છે કે “કેસરિઓ' નિરંજન' (૨૨), “વેલું' (૨૪), પુરંદરો', ‘કલાધરો' (૨૬), “ભીભંજન” (૨૭), “ભલેસ’ (૩૨), “અશોક', “આસાફલી', ખુડાવલી', (૩૮), ભાયણ’, ‘ચોઢણ' (૩૯), જોધપુરો” (૪૦) જેવા કેટલાક શબ્દો કેવળ વર્ણનાત્મક વિશેષણે છે કે તે બિબોનાં વ્યક્તિવાચક વિશેષ નામે છે એને નિર્ણય કરવો પુરાવાના અભાવે કઠણ છે. લહિયા પિોતે પણ તે સંબધી શકમાં પડવા લાગે છે, કારણ કે ત્રણે પ્રતોમાં તીર્થો અને બિબોનાં વિશેષ નામોની ગણત્રી કરવા માટે તેની પછવાડે લખેલા આંકડાઓમાં ફરક છે; એટલે આ ન્યૂનતા અમારા સંશોધનમાં ક્ષતવ્ય ગણાશે. ૫-૬ ૦ પાશ્વનાથના ગુણોનું વર્ણન. ૬૧-૮૧ પ્રભુની ભક્તિના પ્રભાવથી મહાભયનાં કારણે (દરિદ્રતા, કુષ્ઠરોગ, સમુદ્ર તોફાન, અગ્નિ, સાપ, લુટારા, ઘાતક દુશ્મનો, વાઘ, હાથી, યુદ્ધ, તાવ, બંધન, દુષ્ટ રહે, વાંઝપણું, ડાકણ, ઝેર, ચક્ષરે વગેરે) દૂર થાય છે અને સુખશાતિ, વિદ્વત્તા, કવિત્વશક્તિ આદિ ઇષ્ટ ફલ પ્રાપ્ત થાય છે. - ૮૨-૮ પાશ્વનાથના જીવનચરિત્રમાંની કેટલીક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન છે. - ૮૮-૯૪ ભગવાનના જીવનમાં ક્રયોગ તથા પ્રાણાયામ સહિત હઠયોગની યુક્તિયુક્ત યોજના. . . ૯૫-૧૦૭ ભગવાનના જીવનમાં વિવેક અને “મેહ'ના મહાયુદ્ધની, શ્રી જયશેખરસૂરિ વિરચિત “પ્રવધવિતામળિ૨ અને તેના આ જ કવિકૃત ગુજરાતી સાર ત્રિભુવનદીપકપ્રબન્ધને અનુસાર, રૂપકાકારે, કલ્પના. ૧. જે. ગુ. ક.૩ પૃ. ૧૮૩૩ આદિ. ૨. જુઓ આ ગ્રન્થનું ભાષાન્તર, “શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર સં૧૯૬૫. ૩. જુએ મૂલઝન્ય, ૫. લાલચન્દ્ર ભ. દ્વારા સંપાદિત, શ્રી જૈનધર્માલ્યુદય ગ્રન્થમાલા, સં. ૧૯૭૭.
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy