SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુન્દરજીના પૂર્વછાયું’ નામનાં પોની આ વિશેષતા “પૂર્વછાયું' નામની ઉત્પત્તિ ઉપર સરસ પ્રકાશ પાડે છે, કારણ કે તેમાં થતી અક્ષરોની પુનરાવૃત્તિ ખરેખર “પૂર્વ'ની અર્થાત્ પૂર્વ પદ્યની એક જાતની છાયા સમાન છે. પ્રાચીન સમયમાં આવી પુનરાવૃત્તિ આ છેદને માટે લક્ષણભૂત જ ગણાતી હોય એવું અનુમાન આ ઉપરથી થઈ શકે છે. તે ક્યાંસુધી વાજબી છે તેનો પત્તો માત્ર આ જાતનું વધુ સાહિત્ય પ્રકાશિત થયા પછી લગાવી શકાય. ખાસ કરીને આ જાતની પુનરાવૃત્તિ સૌરાષ્ટ્રના આધુનિક બારોટોની કવિતાઓમાં પણ દેખાય છે. એટલે આ વાત પણ ઉપલ્લિખિત ભાષાવિશેષતાઓની માફક શ્રી નયનસુન્દરજીના આ કાવ્યને ચારણ સાહિત્ય સાથે જોડી આપે તેમ કહી શકાય. પ્રસ્તુત કવિતામાં વાપરેલા બાકીના છ એટલા બધા પ્રચલિત છે કે તે સંબધી વધારે કહેવાની આવશ્યક્તા દેખાતી નથી. ‘પૂર્વછાયુનાં પ, આરંભનું માર્ચત અને અન્તનું પલ્પદ પદ્ય છોડીને દરેક છંદના નામ સાથે લાગેલું “રૂપક” શબ્દ અવશ્ય ધ્યાન ખેંચે છે. તેના પ્રચલિત અર્થો “રૂપકાલંકાર યા 'રૂપક તાલ' ઇત્યાદિ અહીંયાં બેસતા નથી. પરંતુ ઉપર્યુલિખિત ચારણ કવિ શ્રીધરની કૃતિ “સપ્તશતી કિવા ઈશ્વરી છંદ' (“શાસ્ત્રીપાઠ છંદ)માં આ શબ્દ જે અર્થમાં વાપરેલો છે તે યાદ આવે છે. શ્રી. કેશવરામ શાસ્ત્રીની વ્યાખ્યા પ્રમાણે ત્યાં “૧૬ જુદાજુદા છંદના ઝૂમખાને ૧ રૂપક' કહેવાય છે. શાસ્ત્રીજીએ કરેલા વિવરણથી જ્ઞાત થાય છે કે આવા “રૂપકમાં જે ઈદે વપરાયેલા છે તેમાંના દરેક છંદનું એક એક પદ્ય બન્યું છે. પ્રાચીન કવિતાના આરંભિક અને અંતિમ ટુકડાને છેડીને અને “રૂપક' સંજ્ઞાથી યુક્ત ટુકડાઓને આગલ પાછળના પૂર્વછાયુ વાળા ટુકડાઓને ગણીને ભિન્ન છે દેના બરાબર ૧૬ ટુકડા થાય છે. ફરક આખલો છે કે તે ૧૬ ટુકડા એકસરખાં નહીં પણ નાના મોટા છે. વ્યવહારમાં “રૂપક' “રૂપિયા’ શબ્દનો સંબધ ૧૬ સંખ્યા (૧૬ આના) સાથે હોય છે. એટલે સંભવ છે કે (કદાચિત કોઈ પ્રાચીન રૂઢિને અનુસાર) આપણું કવિ, કંઈક અંશથી શ્રીધર કવિની માફક, ભિન્નભિન્ન દેના ૧૬ ટુકડાના કાવ્યને અને તેની અન્તર્ગત થતા છંદોને આવી રીતે સૂચવવા ચાહતા હશે. આવી જાતનું વધુ સાહિત્ય પ્રકાશમાં આવશે ત્યારે જ આ વાતને પૂરો નિર્ણય થઈ શકશે. ૧. ભાગ ૧, પૃ. ૩૦૨; જે. ગુ. ક. ૩ પૃ. ૨૧૦૯.– ૨૧
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy