________________
Heતુ શ્રીરતુ શસ્ત્રાગાર' | પહેલું અને છેલ્લે પૃષ્ઠ ખાલી છે. લહિયા પ્રશસ્તિની નીચે ૧૫ શ્રી-કારોનો એક ત્રિકોણ બનાવ્યો છે. અક્ષર સ્વચ્છ છે. એક બે જગ્યાએ અક્ષરે આંગળીથી ભૂંસાડવામાં અને શાહીથી સુધારવામાં આવેલ છે. મૂળ અખંડિત છે.
(૩) પ્રત “સ” (ન. ૭૦૩૫): દેશી કાગળનાં ”x૧૦” ૨ પત્રો છે કે જેના દરેક પૃષ્ઠ પર જૈન દેવનાગરીના કર અક્ષરવાળી ૧૪ પંક્તિઓ કાળી શાહીથી લખેલ છે. પડિમાવ્યા નથી. પદ્યના આંકડાઓ વગેરે લાલ ખડીથી રગિત છે. લિપિ સુંદર અને સ્વચ્છ છે. પરંતુ પ્રત ખંડિત છે. પત્ર બીજું અને ત્રીજું માત્ર ઉપલબ્ધ છે કે જેમાં કવિતાનાં પવો ૨૫ થી ૫૮ સુધી રહેલાં છે. કેટલોક સુધારો બહુ પ્રાચીન પીળી હરિતાલથી કરવામાં આવ્યો છે. આ પ્રત વધારે પ્રાચીન લાગે છે.
(૪) પ્રત “ડ'ઉપલખિત પ્રતો ઉપરાન્ત આપણી કવિતાની એક પ્રત પ્રવર્તક શ્રી કાતિવિજયજી પાસેના ભંડાર નરસિંહજીની પિળ-વડોદરામાં (નં. ૯૨૨) હેવાનું સ્વ. શ્રી કે. દ. દેસાઈ જણાવે છે તે પ્રતમાં કવિતાનું નામ “શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન' આપવામાં આવ્યું છે. આ પ્રતને માટે ‘નવી' આ વિશેષણ વાપર્યું હોવાથી મેં તે જોવાની કોશિશ કરી નથી.
ઉજૈનવાળી ત્રણે પ્રતોમાં “સ' સૌથી વધારે પ્રાચીન અને બની આધારભૂત દેખાય છે. છતાં તે અતિખંડિત હોવાથી પ્રસ્તુત કવિતાને પ્રત એના આધાર પર સંપાદિત કરવી પડી. માત્ર તેમાં બગડેલા પાઠોને બદલે પ્રત “બ” અથવા “સ' નાં પાઠાતરો અથવા તે સ્વતંત્ર સુધારો સ્વીકૃત કરવામાં આવ્યું છે. નહીં રવીકૃત કરેલા પાઠેની સૂચી આગળ આપવામાં આપશે.
ભાષા પાર્શ્વનાથ છંદનાં પહેલાં છ પદ્ય સંસ્કૃતિમાં અને બાકીનાં ૧૨૫ પદ્ય ગુજરાતીમાં વિરચિત છે. સંસ્કૃત પદ્યની રચનાથી તથા ગુજરાતી પદ્યામાં આવેલા તત્સમો, વિશેષત: તત્વજ્ઞાન અને હઠાગને લગતા પારિભાષિક શબ્દોના ઉપયોગથી કવિની વિદ્વત્તા સાબિત થાય છે.
કેટલાક ફકરાઓ આ વિશેષતાથી વાચકનું ધ્યાન ખેંચે છે કે તેમાં ગુજરાતી ભાષાને સંરકૃત ભાષાને આકાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છેજેમ કે –
જગદીમાં સંખેસર પામું પ્રકટ પ્રમાણે પૂરે આસ
અથવા
૧. જે. ગુ. કા. ભાગ ૩, પૃ. ૭પપ.
૧
)