SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ “અવિનાશ ઈશ જય જગદીશ પરબ્રહ્મશ પરમેશ' ઇત્યાદિ. આ વિશેષતા ખાસ શ્રીધર, કવિની કૃતિઓમાં પણ ઉપલબ્ધ થાય છે. તે કૃતિઓની એ વિશેષતા તરફ વાચકોનું લક્ષ્ય બચતાં શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી તેને ચારણું સાહિત્યની લક્ષણભૂત બતાવે છે કે જે સાહિત્યના પ્રાચીન નમૂના તરીકે તેઓ શ્રીધરની કવિતાઓને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આ વાતમાં શ્રીન સુન્દરજીએ શ્રીધર કવિનું યાતે ચારણોનું જ અનુકરણ કર્યું હોય તે બનવા જોગ છે. . ! આ સાથે આપણું, કાવ્યની ભાષાની એ બીજી વિશેષતા પણ સારી રીતે મળી આવે છે કે તેમાં શ્રીધરની ભાષા, પ્રાચીન ડિગલ ભાષા તથા આધુનિક ચારણી સાહિત્યની ભાષાની જેમ શબ્દના વચલા વ્યંજનોને ઘણી વાર બેવડા કરવામાં આવે છે. ક્યાંસુધી લહિયાઓએ આ વિશેષતાને ભૂંસાવી નાખી હશે તે કહેવું કઠણ છે. વળી સિવવાસી'–“અવિનાસી' (૧૯૫૩), “મહાદ વાસ–ગુણરાસ” (૫૫૮) જેવા અનુપ્રાસ બતાવી આપે છે કે એક ઉચ્ચ કોટીના સંસ્કૃત વિદ્વાન હોવા છતાં આપણા કવિ કોઈવાર સંસ્કૃત શબ્દોનું લેકપ્રચલિત (‘અશુદ્ધ’) ઉચ્ચારણ કદાચિત જાણી જોઈને પસંદ કરતા હોય. - આ કાવ્યની ગુજરાતી ભાષામાં વિભક્તિ સંબધી જે કંઇ મિશ્રણ દેખાય છે તે તે સમયના લેખકોને માટે સાધારણ વાત છે; દા. ત. તૂ તણા, વાડિયુ, કડીચું, દિવેચુ, નડુલાઈચુ, આબુચી, કરહા તકે, અહિચ્છત્ર, બીકાનેર, હમીરક, સાગવાટ, કલીકટકો, સાયકે, નાગોરસ, દેવાસુ, ગુલવાડીઉસે. આનું મિશ્રણ જેર, ખુદા, ખાસ, દૂઉ, ગુહુર.” જેવા ઉર્દૂ ભાષાના શબ્દોનાકે ઉપયોગ દ્વારા પણ જણાય છે. તે ઉપરાંત એવા ઘણા શબ્દપ્રયોગો પણ મળે છે કે જે પ્રાચીનતાને સૂચવે છે, જેમકે તૂસે, તૂઠી, મીણી, પ્રીણી, વન્નિસુ, રાસલ, દાહ, નમાસિક સઈરી, નરય, સયલ, પરમત્ય, સુક્યત્વે, ચક્ક, પતિ, પહાવી. તે સિવાય ચેપડ (રોટલી), ઝોટા (બદમાશો જેવા કેટલાક વિરલ શબ્દ પણ ધ્યાન ખેંચે છે. ૧. “આપણા કવિઓ', ગુજરાત વર્નાકયુલર સેસાયટી, અમદાવાદ, ખંડ ૧, પૃ. ૩૦૨ ૨. “આપણું કવિઓ' ૧, પૃ. ૩૦૦; જે. ગુ. ક. ૩ . ૨૧૧૦ પ્રમાણે કવિ શ્રીધર વ્યાસને સમય સં. ૧૪૫૪ની આસપાસનો છે. ૩. શ્રી આ. કા. મ. દ. પૃ. ૩૫ (ભૂમિકા) ૪. એ. પૃ. ૨૧ ૧૮
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy