________________
અને ૧૬૮૧નો સમય છે. આ કૃતિઓમાંની ૧૬૪૬ સુધીની ૪ કૃતિષામાં દેવરત્નસૂરિને યાતા દેવરત્નસૂરિ અને તેજરત્નસૂરિને ગચ્છનાયક તરીકે એળખાવવામાં આવ્યા છે. સંવત ૧૬૪૬થી ૧૬૫૬ દરમિયાનની કોઇપણ કૃતિ જણાતી નથી. સં. ૧૬૫૬ થી લઇને પાછળની ચાર કૃતિએ માંર શ્રી દેવસુન્દરસૂરિ અને શ્રીવિજયસુન્દરસૂરિનાં નામે આજ ક્રમમાં એવી રીતે આપવામાં આવ્યાં છે કે જેથી એમ લાગે છે કે વિજયસુન્દરસૂરિ તે વખતના ગચ્છનાયક અને શ્રીદેવસુન્દરસૂરિના પટ્ટધર હોવા જોઇએ. વળી આ છેલ્લી ૪ કૃતિઓમાંની એ કૃતિઓમાં બન્ને નામેા શ્રીતેજરત્નસૂરિ અને શ્રી દેવરત્નસૂરિનાં નામેાની સાથે તેએની પાછળ જ આવ્યાં છે કે જેથી એ અનુમાન થાય છે કે શ્રીદેવસુન્દરસૂરિ અને શ્રીવિજયસુન્દરસૂરિ ઉપર્યુક્ત એ ગચ્છપતિએ પૈકી એક સૂરિની પરમ્પરાના હાવા જોઇએ.
સ્વ. દેશાઇએ આપેલી પટ્ટાવલી પ્રમાણે શ્રીદેવરત્નની પાટ પર ૬૧ મા આચાર્ય શ્રીજયરત્ન, ૬૨મા જીવનકીર્તિ અને ૬૭મા રત્નકીર્તિસૂરિ થયા. તેથી એવું અનુમાન થાય છે કે દેવસુન્દરસૂરિ તેજરત્નસૂરિના પટ્ટધર અને વિજયસુન્દરસૂરિ તેજરત્નસૂરિના પ્રશિષ્ય હોય અને કે શ્રીદેવરત્નસૂરિના સ્વર્ગવાસ પછી આપણા કવિએ તેમની શાખા સાથે વધુ સંબન્ધ નહીં રાખતાં શ્રીતેજરત્નસૂરિની શાખાના પ્રતિનિધિની આજ્ઞાને માન્ય રાખી હાય. ‘‘શીલશિક્ષારાસ’માં તેઓ સાફ સાફ કહે છે કેઃ
ધ્રુવસુન્દરસૂરિ પાટિ પ્રધાન રે, સૂરિવર વિજયસુન્દર વિજયમાન કિ
-તાસ આદેસ લહી કરી હૃદય થિર રાખિવા રચ્યુ એ રાસ કિ”
66
એટલે તેમણે આ રાસ શ્રીવિજયસુન્દરસૂરિને આદેશ લઇને રચ્યા છે, અને વળી “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ”માં તે જાણે વિશેષ ભક્તિભાવથી પેાતાના નામ સાથે આ સૂરિનું નામ ગ્રથિત કરીને (પદ્ય વિષય નથ સુન્તર''), સકલ સંઘનું તેમની આજ્ઞામાં હોવાનું ક્ષેષરૂપમાં કહે (પદ્ય ૧૨૮:‘વલી સર્વે વિજયસુન્દર બિરૂદ સકલ સંઘ તુહ પય ચરણ’”). “આત્મ
૧. ‘રૂપચંદ કુંવરરાસ' ‘શત્રુ’જય ઉદ્દાર રાસ,’’ ‘પ્રભાવતી રાસ’” ને ‘‘સુરસુંદરી
રાસ.”
૨. શંખેશ્વર પાર્શ્વનાથ છંદ, નલદમયન્તી ચરિત્ર,’” ‘શીલશિક્ષા રાસ,’’ ‘યશોધર
ચાપા.”
૩. “નલ ક્રમયન્તી ચરિત્ર’’ અને ‘યશેાધર ચેાપાઇ.’
૧૩