SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિબોધ માં પણ (કે જે કૃતિનો સમયનિર્દેશ નથી) કવિ આ સૂરિને ખાસ વાંદે છે (પદ્ય ૭૮:“શ્રી વિજયસુન્દર સૂરિ પટ્ટધર વંદૂ આણંદ પૂરિ''). - હવે ઉપર્યુક્ત સમયનિર્દેશ-યુકત કૃતિઓ પર વધુ દષ્ટિપાત કરીએ તે એમ પણ દેખાય છે કે કાલક્રમથી પહેલી કૃતિઓમાં કવિ પોતાની જાતને માત્ર ‘નયસુંદર તરીકે અને પાછળની (સં.૧૬ ૬૫ પછીની) કૃતિઓમાં “નયસુન્દર વાચક” યા “ઉવજઝાય” તરીકે ઓળખાવે છે. તેમજ સં. ૧૬૩૮ પછીની કૃતિઓમાં પિતાના ગુને પ્રાય: “ભાનુમેરુગણિ” તરીકે ઉલિખિત કરે છે. આવી બાબતો પરથી સમયનિર્દેશ-રહિત કૃતિઓને પણ લગભગનો રચનામમય કંઈક અંશે નિર્ણત થઈ શકે છે. દાખલા તરીકે “શાન્તિનાથ સ્તવનમાં માત્ર ધનરત્નસૂરિનું નામ આચાર્ય તરીકે આવવાથી અને ભાનુમે ફક્ત “મુનિ' તરીકે ઉલિખિત હોવાથી તથા સાથે સાથે કવિનું નામ પણ પદવીરહિત હોવાથી આ કવિતા શ્રીન સુન્દરની સૌથી પહેલી કૃતિ હોવાનું સંભવે છે. આવી રીતે “ગિરનાર ઉદ્ધાર રાસ'માં દેવરત્નસૂરિનો ઉલ્લેખ અને વૃત્તળપુર્વાચી-વાળામાં દેવરત્નસુરિ અને તેજરત્નસૂરિનો ઉલ્લેખ હોવાથી અને કવિનું નામ પદવી-રહિત હોવાથી તે કૃતિઓ પણ પૂર્વકાલની, અને “આત્મપ્રતિબોધ” તથા “યશોધર ચોપાઈ” માં વિજયસુન્દરસૂરિને ઉલ્લેખ હોવાથી અને કવિનું નામ પદવીયુક્ત હોવાથી આ બન્ને કૃતિઓ પાછળના વખતની હોવી જોઈએ. અર્થાત “યશોધર ચોપાઈ"માન સમયસંકેત (“વસુધા વસુ પુનિ [‘મુનિ' આ પાઠ ઠીક નથી રસ એક”)ને અર્થ સં. ૧૬૮૧ હેવો જોઈએ એમાં સજોહ નથી. ૧. જે. ગુ. ક. ૩, પૃ. ૭૫૪ પધ હ૮ ૨. જુઓ “શ્રી ભાનુમેરુની ‘ચન્દનબાલા સજઝાય” આ શીર્ષકને મારે નિબન્ધ જેના સત્ય પ્રકાશ”માં (વર્ષ ૨, પૃ. ૧૬૧) ૧૪
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy