________________
પ્ર. ૬; હિંદુ તીર્થો અને દનીય સ્થાના
Ga
ખેતલાજીને જૈન લેાકેા ક્ષેત્રપાલ તરીકે માને છે. એટલે આ મંદિર કેાઇ જૈન ગૃહસ્થે અથવા જૈન સંઘે ખંધાવ્યુ હોય તેમ જણાય છે. પણ અત્યારે તેની સારસંભાળ ગામ રાખે છે, અને પૂજાપા કારખાનું તથા ગામના લેાકેા આપે છે. (૩) અચલગઢ કિલ્લા
શ્રાવણ-ભાદરવાથી થોડુ ઊંચે ચઢતાં પહાડના એક શિખર ઉપર અચલગઢ નામના તૂટયો ફૂટયો એક કિલ્લે આવે છે. આ કિલ્લો મેવાડના મહારાણા કુંભકરણે (કુંભાએ) વિ॰ સ૦ ૧૫૦૯માં નવા અધાવ્યા અથવા સમરાજ્યે હતા. મહારાણા કુંભકરણ પોતાના પિરવાર સાથે કાઇ કાઇ વખત આ કિલ્લામાં રહેતા હતા. કહેવાય છે, કે મહારાણા કુંભકરણના સમયમાં આ કિલ્લાના મુખ્ય દરવાજાથી લઈને અચલેશ્વર મહાદેવના મંદિર સુધીમાં સાત પોળી હતી. નીચેથી ગણતાં છઠ્ઠી પોળની અંદર દાખલ થયા પછી જુદી જુદી ટેકરીઓ ઉપર કિલ્લાને લગતાં જુદાં જુદાં ખાતાંનાં મકાના અનેલાં જણાય છે. એક ટેકરી ઉપર મહારાણા કુંભકરણના મહેલ, એક જગ્યાએ દારૂગાળાનું. ગાદામ-કાઠાર (જેમાં દરવાજો કે પગથિયાં નથી ), એક જગ્યાએ લશ્કરને રહેવાનુ સ્થાન વગેરે છે.
.
•
શ્રાવણ–ભાદરવાથી જરા ઊંચે જતાં એક કાઠાર આવે છે, તે મીઠાનો કોટ કહેવાય છે. પહેલાં આ કોઠાર દારૂગોળા માટે બનાવ્યો હશે; પછીથી કદાચ તેમાં મીઠું· રાખતા હશે, તેથી પાછળથી. તે મીઠાના કોટ તરીકે ઓળખાતો હશે. છઠ્ઠી પોળની અંદરના ભાગમાં નિશાન તાકવાના ત્રણ