________________
અ
ય લ ૦
૦
લડાઈ, સવારી, નાટક અને બીજા પણ ધાર્મિક તથા વ્યાવહારિક ભાવ કેરેલા છે.
મૂળ ગભારાની તથા ગૂઢમંડપની બહારની બાજુની ખુરશીથી ઉપરના ભાગની ત્રણે તરફની દીવાલમાં બહુ સુંદર કેરણી કરેલી છે. તેમાં કાઉસગ્ગીયા અને દેવ-દેવીઓની મેટી મેટી મૂર્તિઓ વગેરે કરેલું છે. કેરણી ઘણી જ મનહર છે.
નવકીઓના ખુરશી—તરા સુધીના ભાગની દીવાલેમાં ખૂબ સુંદર કેરણી કરેલ છે. એટલે તે ભાગ જૂને છે, અને નવચેકીઓની ત્રણે તરફની દીવાલ બહારથી તથા અંદરથી તેમજ તેને દરવાજે સાવ સાદાં અને અર્વાચીન છે.
શિખર નીચા ઘાટનું પણ સુંદર કેરણીવાળું છે. . આ મંદિરના ગૂઢમંડપમાંના જમણી બાજુના કાઉસગીયા નીચેના વિ. સં. ૧૩૦૨ના લેખમાં લખ્યું છે કે “આ કાઉસગ્ગીયા અબુદાચલ (આબુ) તીર્થમાં શ્રીઅરિષ્ટનેમિ (નેમિનાથ) ભગવાનના મંદિરમાં પધરાવવા માટે કરાવ્યા છે.” આ ઉપરથી જણાય છે કે–દેલવાડાના લણવસહી (નેમિનાથજીના મંદિરમાં પધરાવવા માટે અથવા તે અચલગઢમાં તે વખતે વિદ્યમાન બીજા કેઈ શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં પધરાવવા માટે કરાવવામાં આવ્યા હોય અને પછી કઈ કારણથી ત્યાંથી લાવીને અહીં પધરાવ્યા હોય, અથવા તે આ મંદિરમાં જ તે સમયમાં મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુજી હોય, અને આ મંદિરમાં પધરાવવા માટે જ આ કાઉસગ્ગીયા કરાવ્યા હોય તે આ પણ વિશેષ સંભવિત છે.