SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 2. ૫ અચલગઢનાં જૈન મંદિરે ( શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪રમાં રચેલ “શ્રી અo ઉ. ચૈત્યપરિપાટીની છઠ્ઠી ઢાળના બીજા દહામાં કહ્યું છે કે-“આબુ ઉપર શાલિગ્રામમાં ઊજલશાહે બંધાવેલ જિનમંદિર છે.” આબુર્કંપથી ઈશાન ખૂણામાં બે માઈલ અને દેલવાડાથી લગભગ પૂર્વ દિશામાં એક માઈલ દૂર “સાલગામ” નામનું ગામ વિદ્યમાન છે, એ જ આ “શાલિગ્રામહેવું જોઈએ. આ સાલગામમાં અત્યારે જૈન મંદિર વગેરે કાંઈ નથી આ શેઠ ઊજલશાહે ભરાવેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની એક મૂર્તિ એરિયાના જિનાલયમાં મૂલનાયકની ડાબી બાજુએ. બિરાજમાન છે. સાલગામમાં જેનોની વસ્તી નહિ રહેવાથી આ મૂર્તિ ત્યાંથી લાવીને અહીં પધરાવી હશે, એમ જણાય છે. અચલેશ્વર મહાદેવના મંદિરના કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાની સામે જ મહાદેવનું એક નાનું જીર્ણ મંદિર છે.. તેના દરવાજાના ઉત્તરંગના મધ્ય ભાગમાં મંગલમૂર્તિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિ કોતરેલી છે, તેથી આ મંદિર અસલમાં ખાસ કરીને જેનોનું હોવું જોઈએ, અથવા તો તે દરવાજાના પથ્થરો કોઈ જૈન મંદિરમાંથી લાવીને અહીં લગાવી દીધા હોય. આ દરવાજાનો ઉંબરો પાછળથી નવો કરાવીને લગાવેલો જણાય છે.
SR No.006289
Book TitleAchalgadh Sachitra Aetihasik Varnan
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1948
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy