________________
પ્ર. ૫અચલગઢનાં જૈન મંદિર
એ પ્રમાણે આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ૨ અને કાઉસગ્ગીયા ૨ મળીને કુલ મૂર્તિઓ ૪ છે. કેરણું –
મૂળનાયકજીની પાસે ગર્ભાગારમાં સુંદર નકશીવાળા આરસના બે સ્તંભની ઉપર નકશીદાર આરસની મેરાબવાળું એક તરણું છે. તે બંને સ્તંભેમાં થઈને ભગવાનની ૧૦ મૂર્તિએ કતરેલી છે. - મૂળ ગભારામાં મૂળનાયકની બંને બાજુમાં ઉત્તર-દક્ષિણ
માં પબાસણ (પદ્માસન) બનેલ છે, તેમાં ડાબા હાથ તરફનું પબાસણ કરણીવાળું અને જમણા હાથ તરફનું સાદું છે, અને આખા ગૂઢમંડપમાં ભગવાનને બિરાજમાન કરવાની જગા બનેલ છે. પણ હાલમાં તે બધું ખાલી છે.
ગર્ભાગાર (મૂળ ગભારા)ના દરવાજાની બારશાખની બને તરફની કરણમાં શ્રાવકે હાથમાં કળશ, ફૂલમાળા વગેરે પૂજાની સામગ્રી લઈને ઊભેલા કેતર્યા છે.
ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપર મંગલમૂર્તિના માથે ભગવાનની બીજી ત્રણ મૂર્તિઓ કોતરેલી છે, અને દરવાજાની બંને બાજુની ગૂઢમંડપની દીવાલની કરણીમાં બને તરફ થઈને ચાર કાઉસગ્ગીયા તથા બીજી દેવદેવીઓની સુંદર મૂર્તિઓ કતરેલી છે. તે
મંદિરની બહારની બાજુની (ભમતી તરફની દીવાલમાં ખુરશી નીચે ચારે બાજુમાં ગજમાળ અને સિંહમાળની લાઈનોની ઉપરની નરથરની લાઈનમાં જાતજાતની સુંદર કેરણી છે. તેમાં ઠેકાણે ઠેકાણે ભગવાનની મૂર્તિઓ, કાઉસગ્ગીયા, આચાર્યો અને સાધુઓની મૂર્તિઓ, પાંચ પાંડવ, મલ્લકુસ્તી,