________________
અ ચ લ ગ &
મંદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુ છે.” પરંતુ આ તેમણે શા ઉપરથી લખ્યું તે સમજવામાં આવ્યું નથી. મહારાજા કુમારપાલે આબુ ઉપર બંધાવેલા મંદિરનું નામ “ભાણે વસહી” હેવાનું કોઈ પણ શિલાલેખો કે ગ્રંથોમાં લખ્યું હોય તેવું મારા જેવામાં આવ્યું નથી. તેમજ મૂળનાયકજી તરીકે શ્રીનેમિનાથ પ્રભુજીની મૂર્તિ સં. ૧૩૦૨ના લેખના આધારે - તે વખતમાં એકાદ સકે જ રહી હોય એમ લાગે છે. સં. ૧૩૬૦ની પહેલાં તે મૂળનાયકજીના સ્થાને શ્રી મહાવીર સ્વામીની ધાતુની મૂર્તિ બિરાજિત થઈ ચૂકી હતી. મૂત્તિઓનું વર્ણન – - શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પરિકરવાળી બહુ જ ભવ્ય, માટી અને મનેહર મૂર્તિ આ મંદિરના મૂળ ગભારામાં મૂળનાયકજી તરીકે બિરાજમાન છે. તેમની બાજુમાં પરિકર વિનાની આરસની બીજી ૧ મૂર્તિ છે. રંગમંડપમાં કાઉસગ ધ્યાને ઊભી, મોટી અને બહુ જ મનોહર મૂર્તિએ (કાઉસગ્ગીયા) ૨ છે. તે પ્રત્યેકમાં મૂળનાયકજી તરીકે વચ્ચે કાઉસગ્ગીયા છે, અને તેની આજુબાજુમાં ભગવાનની ત્રેવીશ , ત્રેવીશ નાની નાની મૂર્તિઓ કોતરેલી છે, એટલે બંનેમાં અકેક ચોવીશી છે. આ બન્ને કાઉસગ્ગીયા, બ્રહ્માણગચ૭ અને પલ્લીવાલ જ્ઞાતિના ભંડારી ધનદેવના પુત્ર ભ. વાગડે અથવા તેની સંતતિએ વિ. સં. ૧૩૦૨ના જેઠ શુદિ ૯ ને શુક્રવારે ભરાવ્યા છે. તેમાંના જમણી બાજુના કાઉસગ્ગીયા નીચે ઉક્ત સંવતને લેખ છે, પણ લેખને ઘણે ભાગ્ય ચણતરમાં દબાયેલો છે.