________________
- શ્ર, ૫ કે અ
લગ
આમાં અઢારમી શતાબ્દિના ગ્રંથોમાંથી કેઈમાં મૂળનાયકજી શાંતિનાથજી ભગવાન તે કઈમાં મહાવીરસ્વામી " લખેલ છે. ઉપર લખ્યા પ્રમાણે સં. ૧૭૨૨ પહેલાં આ મંદિરમાં મૂળનાયકજીના સ્થાને શ્રી શાંતિનાથજી ભગવાનને બિરાજમાન કરી દીધેલ હોવા છતાં, આ મંદિર મહાવીરસ્વામીના મંદિર તરીકે ઘણા સમયથી પ્રસિદ્ધ હેવાથી, તેમજ મૂળનાયકજીની ફેરબદલી થયા પછી પણ શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ મૂળનાયકજીની બાજુમાં કેટલાક સમય સુધી બિરાજિત રહેવાથી, આમ બન્યું હોય એમ જણાય છે.
આ બધા ઉપરથી જણાય છે કે–આ મંદિરમાં મૂલનાયકજીના સ્થાને સૌથી પ્રથમ સ્થાપન કરેલ શ્રી શાંતિનાથ પ્રભુની ધાતુની મૂર્તિ તે બહુ થોડા જ વર્ષો સુધી ત્યાં બિરાજિત રહી. ત્યારપછી શ્રીનેમિનાથજીની મૂર્તિ પણ ત્યાં થોડાં વર્ષો સુધી મૂળનાયકજીના સ્થાને બિરાજિત રહી હોય એમ લાગે છે. ત્યારપછી શ્રી મહાવીરસ્વામી ભગવાનની ધાતુની મૂર્તિ ઘણાં વર્ષો (લગભગ પાંચ સકા) સુધી મૂળનાયક તરીકે બિરાજમાન રહેલ. અને ત્યારપછી ખંભાત નગરથી આવેલ શ્રી શાંતિનાથ ભગવાનની આરસની મનેહર મૂર્તિ મૂળનાયકજીના સ્થાને સ્થાપન થયેલ છે, કે જે હાલ પણ ત્યાં જ બિરાજમાન છે.
શ્રીશીલવિજયજીએ વિ. સં. ૧૭૪૮માં પૂર્ણ કરેલ “પ્રાચીન તીર્થમાલાની ૪૩થી ૪૬ સુધીની કડીઓમાં અચલગઢનાં જૈન મંદિરનું વર્ણન કરતાં કહ્યું છે –“મહારાજા કુમારપાલે બંધાવેલા ભાણવસહી નામક