________________
પ્ર. પ : અચલગઢનાં જૈન મંદિરે આ મંદિરના મૂલનાયક
ઘણું કરીને આ મંદિરની પ્રથમ પ્રતિષ્ઠા વખતે શ્રી. શાંતિનાથ ભગવાનની ધાતુની મનોહર મૂર્તિ મૂલનાયકના સ્થાને પ્રતિષ્ઠિત કરવામાં આવી હશે. વાચક પ્રેમચંદે સં. ૧૭૭માં રચેલ “આબુ- સ્તવનની”ની રપમી કડીમાં લખ્યું છે કે “કુમારવિહાર (મહારાજા કુમારપાલે બંધાવેલ મંદિર)માંની શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની મૂર્તિ ગળાવવાથી પરમાર પાલણસી (પ્રહૂલાદનદેવ–ધારાવર્ષાદેવને ના ભાઈ તેરમી શતાબ્દિ)ને શરીરે કોઢ નીકળે હતે. તેમજ ઉપર્યુક્ત વાચક વિનયશીલે “અહઉચૈત્ય પરિપાટી સ્તવન” (રા સં. ૧૭૪ર) ઢાળ ૫, કડી ૮-૧૧માં અચલેશ્વર મહાદેવની પાસેના કુમારવિહાર નામક મંદિરનું વર્ણન કરતાં લખ્યું છે કે-“પામ્હણે (પ્રહૂલાદને) પિત્તલની ત્રણ જિનપ્રતિમા ગળાવીને તેને મહાદેવની સામે પિઠીઓ કરાવ્યું. તેના પ્રાયશ્ચિત્તરૂપે તેણે પાલ્ડણપુરમાં પાલ્ડણવિહાર નામનું અતિ વિશાળ અને મને હર જિનાલય બંધાવ્યું.
આવા પ્રકારને ઉલ્લેખ બીજા પણ કેટલાક ગ્રંથમાં
૪૨. અચલેશ્વર મહાદેવની સામે હાલ જે પિત્તલને પિઠીઓ છે, એ તે વિ. સં. ૧૪૬૪માં બનેલ છે, તેના પર ઉક્ત સંવતનો લેખ છે. તે આ ઉપર લખેલો ઉલ્લેખ તેની પહેલાંના બીજા કઈ પિઠીઓ માટે હેય, તેને પછીથી નાશ થયો હોય, તેથી તે જગ્યાએ સં. ૧૪૬૪માં આ ન પોઠીઓ કરાવ્યું હોય. અથવા તે અચલેશ્વર સિવાયના બીજા કોઈ પણ શિવાલયમાં પિઠીઓ કરાવ્યા સંબંધીને આ ઉલ્લેખ હોય.