________________
અ ચ લ ગ & (૫) અચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪ર. માં રચેલ “શ્રીઅર્બુદાચલ ઉત્પત્તિ ચિત્ય પરિપાટી સ્તવન’ ઢાળ ૫, કડી ૭માં લખ્યું છે કે-“કુમારપાલ મહારાજાએ બંધાવેલ મંદિર અચલેશ્વર મહાદેવની પાસે છે, અને તેમાં પિત્તલની એક જિનપ્રતિમા છે.” (આ પિત્તલની પ્રતિમા શ્રી મહાવીર ભગવાનની હોવી જોઈએ.)
(૬) શ્રીમાન જ્ઞાનવિમલસૂરિજીએ સં. ૧૭૫૫માં રચેલ પ્રાચીન તીર્થમાલાની ૬૩મી કડીમાં લખ્યું છે કે-“અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલું શ્રીવીરજિનનું મંદિર મૂર્તિઓથી ભર્યું છે.”
(૭) શ્રીજ્ઞાનસાગરજીએ વિ. સં. ૧૮૨૧માં રચેલ “તીર્થભાલા સ્તવનની ઢાળ ૭, કડી ૧૪માં લખ્યું છે કે-“મહારાજા કુમારપાલે બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર અચલગઢના પાદરમાં છે.”
(૮) વિ. સં. ૧૮૭૫માં લખાયેલા “આબુકલ્પના હસ્તલિખિત છૂટા પત્રમાં પણ લખ્યું છે કે-“કુમારપાલ મહારાજાનું બંધાવેલું મંદિર, અચલેશ્વર મહાદેવના મંદિરની પાસે છે, અને તેમાં મૂલનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા છે.”
આ બધા પ્રમાણે ઉપરથી જણાય છે કે મહારાજા કુમારપાલે આબુ ઉપર મંદિર બંધાવ્યું છે, તે આ જ મંદિર છે. આના સિવાય કરાવનારાના લેખ વિનાનું એવું બીજું એક પણ વિશાળ જિનમંદિર આબુ ઉપર નથી કે જે મહારાજા કુમારપાલે બંધાવ્યું હોય, એવું અનુમાન કરી શકાય.