________________
પ્ર. ૫; અચલગઢનાં જૈન મંદિર
- ૬૩ નીચે આપેલાં ગ્રંથ અને તીર્થમાલા-સ્તવને વગેરેનાં પ્રમાણે ઉપરની વાતને પુષ્ટિ આપી રહ્યાં છે:
(૧) શ્રીમાન શાંતિસૂરિજીએ વિ. સં. ૧૫૧૫ પહેલાં રચેલ “શ્રીઅબુદાચલ ચિત્ય પરવાડી વિનતિ” માં લખ્યું છે કે-અચલગઢમાં અચલેશ્વર મહાદેવની સામે મહારાજા કુમારપાલે બંધાવેલ જિનચૈત્ય શેભે છે. . (૨) શ્રીદેવવિમલ ગણિએ વિ. સં. ૧૯૪૬માં પૂર્ણ કરેલ “શ્રીહીરસૌભાગ્ય મહાકાવ્ય” સર્ગ ૧૨, શ્લેક ૧૨૭ માં લખ્યું છે કે “આ મુનીંદ્ર (શ્રીમાન હીરવિજયસૂરિજી મહારાજ) ચૌલુક્ય મહારાજા કુમારપાલે બંધાવેલા મનહર ચિત્યને (દેલવાડાથી અચલગઢ જતાં) માર્ગમાં નમીને પછી અચલગઢ ઉપરના ચતુર્મુખ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનને નમ્યા.” આમાં માર્ગમાં” લખેલું હોવાથી અચલગઢની તલેટીમાં આવેલ આ મંદિરને માટે જ એ ઉલ્લેખ હોવાનું જણાય છે. જે એરીયાના મંદિર માટે આ ઉલ્લેખ હેત તે તેમાં એરીયા ગામનું નામ અવશ્ય લખત. વળી એરીયા ગામનું મંદિર માર્ગમાં નથી આવતું, માગથી અરધો માઈલ દૂર રહે છે. .
(૩) “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય' સર્ગ ૧૨, ક ૩૫ની ટીકા (ટીકા પૂર્ણ કર્યા સં. ૧૬૮૮)માં લખ્યું છે કે“કુમારવિહાર-મહારાજા કુમારપાલે બંધાવેલ મંદિર અચલગઢની તલેટીમાં–અચલગઢની નીચે છે.” | (૪) શ્રીમાન વિનયવિજય ઉપાધ્યાયે વિ. સં. ૧૭૧૦ની આસપાસ રચેલ ઈન્દુદ્દતમાં લખ્યું છે કે “કુમારપાલ મહારાજાનું બંધાવેલું મંદિર, અચલગઢની નાચે છે. *