________________
અ
ચ લ ગ
.
કુમારપાળનું મંદિર કહે છે. વિ. સં. ૧૩૬૦ લગભગમાં રચેલ વિવિધતીર્થકલ્પ” અન્તર્ગત શ્રી “અબુદ ક૯૫ માં શ્રી જિનપ્રભસૂરિજી, અને વિ. સં. ૧૫૦૦ લગભગમાં રચેલ
અબુંદગિરિકલ્પ” ના ૨૧મા કલેકમાં શ્રીમાન સમસુંદરસૂરિજી લખે છે કે –“આબુના ઊંચા શિખર ઉપર ગુજરાતના મહારાજા સોલંકી કુમારપાલે બંધાવેલું શ્રી મહાવીરસ્વામીનું મનોહર મંદિર શોભે છે.” આબુના ઊંચા શિખરથી “અચલગઢ ગામ લેવું જોઈએ, કેમકે આબુ કેમ્પ અને દેલવાડાથી અચલગઢ ગામ ઊંચું છે. તેમ જ તે વખતે ઉક્ત મંદિરમાં મૂળનાયકજીના સ્થાને શ્રી મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ બિરાજમા નહતી. આ ઉપરથી, નીચે આપેલાં બીજ પ્રમાણેથી અને મંદિરની બાંધણી ઉપરથી યણ જણાય છે કે –મહારાજા કુમારપાળે આબુ ઉપર બંધાવેલું મંદિર આ જ છે.
૪૧. સાંભળ્યું છે કે –જેન શિલ્પશાસ્ત્રોમાં રાજા, મંત્રી અને શેઠે (શ્રાવકે) બંધાવેલાં જૈન મંદિરમાં સિંહમાળ, ગજમાળ અને અશ્વમાન વગેરે જુદી જુદી નિશાનીઓ હેવાનું લખ્યું છે. બહુ મેટાં મંદિરોમાં વધારે થર આવે છે. નાનાં મંદિરમાં થોડા થર આવે. વધારે થર હોય તેમાં સિંહમાળ થર, ગજમાળ થર, અશ્વમાળ થર અને નરમાળ થર વગેરે હોય છે. નાનાં મંદિરોમાં તેમને એકાદ થર અથવા ગ્રાસ (ચતુપાદ એક પ્રાણીન) થર હોય છે. જ્યારે આ મંદિરના મૂળ ગભારો, ગૂઢમંડપ અને નવચોકીઓની પણ ખુરશીમાં ગ્રાસથર, ગજથર, સિંહથર અને તેના ઉપર નરથર આપેલ છે, એટલે મહારાજા કુમારપાલે બંધાવેલું તે આ જ મંદિર છે, એમ ખાતરી પૂર્વક કહી શકાય.