________________
અ ચલ ગઢ ઉપરથી ઘોડે કુંભલમેરુ મહાદુર્ગના ચૌમુખ શ્રી આદિનાથજીના મંદિરમાં મૂકવા માટે કરાવ્યું હોય અને પછી ત્યાંથી બીજી મૂર્તિઓની સાથે અહીં લાવવામાં આવ્યો હોય એમ અનુમાન થઈ શકે છે.
તેની બંને બાજુના ઘોડા સિરોહી રાજ્યના તાબાના કઈ પણ બે ક્ષત્રિય રાજા (ઠાકોર) ના છે, અને તે પોતાનો કરાવેલા દેરાસરમાં મૂકવા માટે વિ. સં. ૧૫૬૬ માં તેમણે જ કરાવ્યા છે, એવી મતલબના તે બંને ઉપર લેખો છે.૨૯ લેકે આ ત્રણે ઘોડા કુંભારાણાના છે એમ કહે છે, પણ તે વાત “ બરાબર નથી. ખરી હકીક્ત ઉપર લખ્યા પ્રમાણે છે.”
- આ કાર્યાલયની પેઢીનું મકાન થોડાં વર્ષોમાં નવું બનેલું છે, તેની ઉપરના ભાગનાં મકાને સાધુ-સાધ્વીઓ તથા યાત્રાળુઓને ઊતરવા માટે ધર્મશાળા તરીકે વપરાય છે. કેટલાક એરડામાં કારખાનાને સામાન રહે છે.
(૪) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર મંદિરની રચના –
શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, અચલગઢની તલેટીમાં
૩૯. આ ત્રણે ઘોડા પરના લેખે માટે “અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ” ના નં. ૪૯૩–૯૪-૯૫ વાળા લેખ જુઓ.
૪૦. આ ત્રણે ઘેડા, કારખાનાથી મોટી જૈન ધર્મશાળા તરફ જતાં રસ્તા ઉપર જ ડાબા હાથ પર, પ્રાયઃ કરીને ખાસ તેને જ માટે બનેલી એક દેરીમાં રાખવામાં આવતા હતા. પણ ત્યાં બરાબર સંભાળ રહેતી નહીં હોવાથી કેટલાંક વર્ષોથી આ ઘોડા કારખાનામાં રાખવામાં આવ્યા છે. ઉપર્યુક્ત દેરી અત્યારે ખાલી પડી છે.