________________
પ્ર. ૫
અચલગઢનાં જૈન મંદિર
તેમાં સિંહાસનમાં શ્રી આદીશ્વર ભગવાનની ચાંદીની પાદુકા જેડી ૧ (પગલાં) રાખેલ છે, તેની પાસે પિત્તળના ત્રણ સુંદર ઘેડા છે, તે ત્રણેના ઉપર ઢાલ, તરવાર અને ભાલા આદિ શસ્ત્રોથી સજ્જ થયેલા સવારે બેઠેલા છે. વચ્ચેના ઘેડાના સવારને માથે છત્ર છે. બીજા બંને ઘોડાના સવારેને માથે પણ છત્ર હોવાનાં ચિહ્યો છે, પરંતુ પાછળથી છત્રો નીકળી ગયાં હોય તેમ જણાય છે. સવાર સહિત આ પ્રત્યેક ઘડાનું વજન રા મણ છે, અને એક એક ઘડાને બનાવવામાં એ મહમુદીને ખર્ચ થયેલ છે. આ ઘડા ડુંગરપુરમાં બન્યા છે. •
તેમાં વચ્ચે છત્રવાળો ઘોડે કલકી (કલંકી) અવતારના પુત્ર ધર્મરાજ દર રાજાને છે, અને તે મેવાડ દેશમાં કુંભલમેરુ નામના મહાદુગમાં મહારાણા કુંભકર્ણના રાજ્યમાં ચૌમુખજીને પૂજનાર શાહ પન્ના પુત્ર શાહ શાર્દૂલે વિ. સં. ૧૫૬૬ના માગશર શુદિ ૧૫ ને દિવસે કરાવેલ છે. આ મતલબને તેના ઉપર લેખ છે.૩૮ આ લેખ
૩૭. મહમુદી એટલે તે વખતે તે દેશમાં ચાલતે ચાંદીના સિક્કો.
૩૮. વિ. સં. ૧૫૬૬ના લેખમાં છો પારો ઉંમરમાં શ્રીવાળાથીવુંમરવિનયચે એ પ્રમાણે લખ્યું છે, પરંતુ તે અસંબદ્ધ લાગે છે કારણ કે મેવાડના મહારાણા કુંભકર્ણને વિ. સં. ૧૫રપ માં સ્વર્ગવાસ થઈ ગયો હતો. તો પણ મહાપ્રતાપી કુંભારાણાએ મેવાડના રાજ્યને ખૂબ આબાદ કર્યું હોવાથી તેમના પુત્ર-પૌત્રાદિના રાજ્યકાળમાં પણ મહારાણુ “કુંભકર્ણનું વિજયી રાજ્ય' એમ કહેવાની લેકેમાં પ્રથા હોય અને એ જ હેતુથી આ લેખમાં એમ લખાયું હોય તે તે બનવાગ્ય છે. '