________________
અ ચ લ ગ ઢ દીધી. ઘણાં વર્ષો સુધી ચૂનામાં રહેવાથી કેટલીક મૂર્તિઓને. નીચેનો ભાગ ખવાઈ ગયા હતા, અને પાછળના ભાગમાં ઘણે જ કાટ ચડી ગયો હતો. કારખાનાવાળાઓએ તે બધું સાફ કરાવી દીધું, એટલે તેમાંથી ૧૫૭ મૂર્તિઓ પર નાના-મોટા, લેખ હતા તે બધા ઉતારી લીધા છે. ૬ ઉપર પ્રમાણે આ દેરાસરમાં (સમવસરણની સંયુક્ત ચારે મૂર્તિઓને જુદી. જુદી ગણતાં) કુલ ૧૭૪ મૂર્તિઓ છે.
આ દેરાસરમાં મૂળનાયકજીના ડાબા હાથ તરફની ધાતુઓની પંચતીથીઓની પંક્તિની વચ્ચે ધાતુની એક એકલ. મૂત્તિ છે. આ મૂર્તિ પદ્માસનવાળી છે, તેના જમણા ખભા. ઉપર મુહપત્તિ અને શરીર ઉપર કપડાની નિશાની છે, એ (રજેહરણ) અત્યારે નથી, પણ તે ગરદનની પાછળ બનેલ હશે; પાછળથી નીકળી ગયે હશે એમ લાગે છે. દેલવાડામાં ભીમાશાહના મંદિર અન્તર્ગત શ્રી સુવિધિનાથજીના મંદિરમાં શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ છે, તેના જેવી જ આકૃતિવાળી આ મૂર્તિ જણાય છે. તેથી આ મૂર્તિ શ્રી પુંડરીકસ્વામીની અથવા કોઈ પણ ગણધર ભગવાનની હોવી જોઈએ. મૂર્તિ ઉપર લેખ નથી. પિત્તલના ત્રણ ઘડા
પેઢીના મકાનની અંદરના ભાગમાં ડાબી બાજુના એક ખૂણામાં ચોતરાની ઉપર લાકડાની એક છત્રી બનેલી છે,
૩૬. અહીં ધાતુની આ નાની મૂર્તિઓને પરિવાર ઘણે છે, તેથી બીજે કઈ ઠેકાણે નવાં મંદિરમાં મૂર્તિઓની જરૂર હોય ત્યાં આપવામાં આવે તો સારી રીતે પૂજાય. માટે તેમ કરવા કારખાનાના વહીવટદારેએ ધ્યાન આપવાની જરૂર છે.