________________
અ ય લ ગ છે
મંદિર પણ કદાચ તેમણે જ કરાવ્યું હેય, એમ અનુમાન કરી શકાય. + અંચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪રમાં રચેલ “અબુદાચલ ઉત્પત્તિ ચત્ય પરિપાટી સ્તવન ઢાળ ૫, કડી ૧૨-૧૩માં “અચલગઢ ઉપરના આ મંદિરના મૂલનાયક શ્રી કુંથુનાથજી ભગવાનની મૂર્તિ સંઘવી ખેતા શાહે ભરાવ્યાનું” લખ્યું છે, અને તપાગચ્છીય શ્રીઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૬૯માં રચેલ “આબુ તીર્થમાલ” ઢાળ ૧૨, કડી ૧૫માં “અચલગઢમાં શ્રી કુંથુનાથજી ભગવાનનું દેહરું હોવાનું” લખ્યું છે.૩૪
૩૪. શ્રીનવિમલજીએ વિ. સં. ૧૭૨૮માં રચેલ “શ્રી અબુદ ગિરિ તીર્થ સ્તવનની ૨૮મી કડીમાં અને શ્રી જ્ઞાનવિમલસૂરજીએ વિ. સં. ૧૭૫૫માં રચેલ “પ્રાચીન તીર્થમાલાની ૬૩મી કડીમાં પણ “અચલગઢની તલેટીમાં મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિર સિવાયનું અચલગઢ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર (શાંતિવિહાર” હેવાનું લખ્યું છે. આ મંદિર કયું?-તે કાંઈ સમજવામાં આવતું નથી. અત્યારે અચલગઢની તળેટીમાં આવેલ મહારાજા કુમારપાલના મંદિર સિવાય બીજા કેઈ મંદિરમાં મુખ્ય મૂલનાયકજીને સ્થાને શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન નથી. તેમ અચલગઢ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર હોય એવો ઉલ્લેખ ઉપર્યુક્ત સ્તવન અને તીર્થમાલા (આ બન્નેના કર્તા એક જ છે.) સિવાય બીજા કોઈ શિલાલેખે કે ગ્રંથમાં જેવામાં નથી આવ્યો. ઉક્ત સ્તવન અને તીર્થમાલામાં અચલગઢનાં બીજાં ત્રણ મંદિરોનું વર્ણન છે, પણ શ્રી કુંથુનાથજી ભગવાનના મંદિરનું વર્ણન નથી. એટલે કાદય સ્મૃતિચૂકથી શ્રી કુંથુનાથજીના બદલે