________________
પ્ર. ૫: અચલગઢનાં જૈન મંદિર
૫
કુમારપાલના મંદિર સિવાય વિ.સં. પંદરસે લગભગમાં અચલગઢમાં બીજું એક મંદિર નહેતું એમ જણાય છે. જ્યારે આ મંદિરની બહારના જમણી તરફના ચોતરા ઉપર એક ખૂણામાં દીવાલની લગોલગ ઊભા કરેલા એક ગધેયા પથ્થરના. વિ. સં. ૧૬૩૪ના લેખમાં તથા પં. મહિમાકૃત ચિત્યપરિપાટી” (રાસંવત ૧૭૨૨)ની ચેથી ઢાળની ચોથીપાંચમી કડીમાં પણ અચલગઢમાં ત્રણ જિનમંદિરે હેવાનું લખ્યું છે. આ વખતે શ્રીત્રષભદેવ ભગવાનનું મંદિર નહોતું એટલે આ મંદિર વિદ્યમાન હતું એમ ખાતરી થઈ શકે છે. આ ઉપરથી આ મંદિર વિ. સં. ૧૫૦૦ પછી અને સં. ૧૬૩૪ પહેલાં બન્યું હોય એમ ચક્કસ જણાય છે. - શ્રી જ્ઞાનસાગરજીએ વિ. સં. ૧૭૨૨ લગભગમાં રચેલ આબુ ચૈત્યપરિપાટીની ૨૬મી કડીમાં “અચલગઢનું શ્રી કુંથુનાથજીનું મંદિર ખેતા શાહે કરાવ્યા”નું લખ્યું છે. જે આ વાત સાચી હોય તે આ મંદિર સં. ૧૫ર૭માં પ્રતિકિત થયાનું ચોક્કસ માની શકાય. કેમ કે આ મંદિરના મૂલનાયકજી શ્રી કુંથુનાથ ભગવાનની ધાતુની મનોહર મૂર્તિની અંજનશલાકા વિ. સં. ૧૫૨૭ના વૈશાખ શુદિ ૮ને દિવસે થઈ છે. ઉક્ત સંવતને આ મૂર્તિ પર સુસ્પષ્ટ લેખ છે.૩૩ આ મૂર્તિ સંઘવી ખેતા શાહે ભરાવેલી છે. એટલે આ
૩૨. “અર્બદ પ્રાચીન જૈન લેખસદેહને લેખાંક ૬૬૪ વાળે લેખ જુઓ.
૩૩. “અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ' ના લેખાંક ૪૯૧ અને તેનું અવલોકન જુઓ.